Home /News /eye-catcher /Watch Video: ન્યૂઝ ચેનલથી થઈ મોટી ચૂક, Live Newsની વચ્ચે જોવા મળી ‘શેતાની વિધિ’

Watch Video: ન્યૂઝ ચેનલથી થઈ મોટી ચૂક, Live Newsની વચ્ચે જોવા મળી ‘શેતાની વિધિ’

શેતાનના નૂસા મંદિરના ફેસબુક પેજે પણ આ દૃશ્યને એક કેપ્શન સાથે રિટ્વિટ કર્યુ અને લખ્યું કે, ‘શેતાન રહસ્યમય રીતે કામ કરે છે’. (તસવીર- Twitter)

ન્યૂઝ ચેનલ પર ભૂલમાં પ્રસારિત થઇ શેતાની વિધિ, લાઇવ શોમાં એન્કર થઈ આશ્ચર્યચકિત, જુઓ Viral Video

Buzz News: ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (Australian Broadcasting Corporation) એટલે કે એબીસી ટીવી (ABC TV) ઓસ્ટ્રેલિયાએ ક્વીંસલેન્ડ (Queensland)ના પોલીસ પ્રાણીઓને નુકસાન પહોંચાડવાના પ્રસ્તાવ વિશે લાઈવ રિપોર્ટિંગ વખતે ભૂલમાં એક 'શેતાની વિધી' (satanic ritual)નું દૃશ્ય પ્રસારિત કરી દીધું હતું. સેગમેન્ટની શરૂઆત બિલ્ડિંગની બહાર સૂટ પહેરીને ઊભેલા માણસને બતાવીને થાય છે, જેઓ કદાચ દરખાસ્ત પર ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોઇ પણ પ્રકારની અગમચેતી વગર જ દૃશ્ય અચાનક 3 લોકોના દૃશ્યમાં બદલાઇ જાય છે. તેઓ એક ચમદકાર ઉંધા ક્રોસની પાછળ ઊભા હોય છે. તેમાંથી એકને કાળા રંગના પોશાક પહેરેલો જોઇ શકાય છે. જેમાં પાછળ એક ટોપી છે અને હાથ ઊંચા હોય છે. કાળા રંગના વસ્ત્રો પહેરેલો વ્યક્તિ હાથ ઉપર કરીને “જય હો શેતાન” (Hail, Satan) કહેતો જોઈ શકાય છે.

અચાનક સમાચારોની વચ્ચે આવેલ આવા દૃશ્યો બાદ પણ સેકન્ડોમાં તેને કટ કરીને એન્કર યવોન યોંગ (Yvonne Yong) સમાચાર વાંચવાનું ચાલું રાખે છે. જોકે તે હજુ પણ એક રહસ્ય છે કે કઈ રીતે સમાચારની વચ્ચે આવી અસામાન્ય ક્લિપ પ્રસ્તુત થઈ ગઈ.બિઝનેસ ઈનસાઈડે જણાવ્યું કે સેટેનિક ફૂટેજ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ સ્થિત એક સમૂહ નુસા ટેમ્પલ ઓફ સેટેન (Noosa Temple of Satan) નામના ફેસબુક (Facebook) પેજ પરથી આવી હશે.

આ પણ વાંચો, Viral News: આકાશથી એક સેકન્ડમાં આવ્યું ‘મોત’, ખેતરમાં ચરતાં 500 ઘેટાંનાં મોત

શેતાનના નૂસા મંદિરના ફેસબુક પેજે પણ આ દૃશ્યને એક કેપ્શન સાથે રિટ્વિટ કર્યુ અને લખ્યું કે, ‘શેતાન રહસ્યમય રીતે કામ કરે છે’. આ ક્લિપને 6481 લાઇક્સ અને 2338 રિટ્વિટ મળ્યા છે.

જોકે ઘણા લોકો ચકિત થઇ ગયા હતા કે આ પ્રકાની ભૂલ હકીકતમાં થઇ શકે છે, કારણ કે બંને વિષયો એકદમ વિપરીત અને દૂર છે કે કોઇ વસ્તુનો ફૂટેજ કદાચ ઓવરલેપ થઇ શકે છે. એક ટ્વિટર યૂઝર પાસે તેનો વિશ્વાસપાત્ર જવાબ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ જુઓ, Cobraને રાખડી બાંધવી ઘાતક સાબિત થઈ, સાપનું ઝેર ઉતારનાર મનમોહનનું જ સર્પદંશથી મોત, જુઓ VIDEO

યૂઝરે કહ્યું કે, ન્યૂઝ ચેનલે હાલમાં જ સેટેનિક ટેમ્પલ વિશે એક સ્ટોરી પ્રસારિત કરી હતી, તો બની શકે છે કે ફૂટેજ ફીડમાં આવી ગયા હોય. ઘણા લોકો ટ્વિટર પર આ વિડીયો શેર અને રિપોસ્ટ કરીને કમેન્ટ્સ કરી રહ્યા છે.

દરેક વ્યક્તિને ગંભીર સમાચારો બાદ એક રાહતની જરૂરિયાત હોય છે. ત્યારે અમને ખાતરી નથી કે દરેક વ્યક્તિ સ્ટોરીમાં શેતાની મોડની સરાહના કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Live, Satanic Rituals, Television, Viral news, વાયરલ વીડિયો, સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन