Home /News /eye-catcher /Weird Diseas: દુનિયાની એ વિચિત્ર બીમારી, જેમાં વ્યક્તિ દેખાવા લાગે છે સુંદર, કોઈ બાર્બી ડોલ તો કોઈ લાગે છે જોકરો

Weird Diseas: દુનિયાની એ વિચિત્ર બીમારી, જેમાં વ્યક્તિ દેખાવા લાગે છે સુંદર, કોઈ બાર્બી ડોલ તો કોઈ લાગે છે જોકરો

વિચિત્ર રોગોથી પીડિત લોકોનું જીવન મુશ્કેલ

રોગો (Diseases) દરેકના જીવનમાં ઘણી સમસ્યા (Problems)ઓ લાવે છે. કેટલાક રોગો એટલા ખતરનાક હોય છે કે તે લોકોને મારી નાખે છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી બીમારી (Weird Diseas)ઓ છે, જેમાં વ્યક્તિ સુંદર દેખાવા લાગે છે.

દુનિયામાં દરેક વ્યક્તિ બીમારી (Diseas)ઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. અનેક પ્રકારના રોગો માણસને પોતાની ઝપેટમાં લે છે. કેટલાક રોગો સામાન્ય છે. આમાં શરદી (Cold) અને ઉધરસનો સમાવેશ થાય છે. તેમની દવાઓનું સેવન કરવાથી વ્યક્તિ થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે. જો કે, કેટલાક રોગો જીવલેણ છે. જેમાં કેન્સર (Cancer)થી લઈને અન્ય અનેક પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. લોકો બીમારીઓથી દૂર રહીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. જો કે, દુનિયામાં કેટલીક વિચિત્ર બીમારી (Weird Diseas)ઓ પણ છે. તેઓ ખૂબ જ દુર્લભ છે અને તેમની સારવાર થઈ શકે તેમ નથી. આજે અમે તમને એવી જ કેટલીક વિચિત્ર બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સુંદર બનાવવાળી બિમારી
કેલિફોર્નિયામાં રહેતી એમ્બર ગુઝમેન એક વિચિત્ર બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તે ખૂબ જ સુંદર દેખાવા લાગી છે. તેને વધારવા માટે તેણે બાર્બીની જેમ ડ્રેસિંગ કરવાનું શરૂ કર્યું છે. આ કારણે તે સર્જરી વગર ઢીંગલી જેવી દેખાવા લાગી છે. ઘણા લોકો આવા દેખાવ મેળવવા માટે સર્જરીનો આશરો લે છે. પરંતુ આ બીમારીએ એમ્બરને આવો દેખાવ આપ્યો છે. જોકે, આ સ્થિતિને કારણે એમ્બર ખૂબ જ નબળી પડી ગઈ છે. તે લાંબો સમય ઊભા રહી શકતી નથી.

સ્લીપીંગ બ્યૂટી
લુઈસા બોલ નામની મહિલા સ્લીપિંગ બ્યુટી તરીકે જાણીતી બની છે. જો તે એકવાર સૂઈ જાય, તો તે બે અઠવાડિયા સુધી ઉઠી શકતી નથી. આ દરમિયાન તે ખૂબ જ ગાઢ ઊંઘ લે છે. તેને ખ્યાલ નથી કે તેના જીવનમાંથી બે અઠવાડિયા

વિચિત્ર રોગોથી પીડિત લોકોનું જીવન મુશ્કેલ


ગાયબ થઈ જાય છે.

પીકાચુ સિન્ડ્રોમ
યુકેમાં રહેતા ઓલી ટ્રેઝાઈસને એક રોગ છે જેમાં તે કાર્ટૂન કેરેક્ટર જેવો દેખાવા લાગ્યો છે. તેના મગજ અને તેની ખોપરી વચ્ચેનું અંતર વધુ બની ગયું છે. તેને દૂર કરવા માટે તેની સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બધાનો કોઈ ફાયદો ન થયો.
First published:

Tags: Disease and Conditions, OMG News, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો