Home /News /eye-catcher /Viral News: બ્રિટનમાં ખોદકામ દરમિયાન હાડપિંજરના પગ વચ્ચે મળી રહસ્યમય પ્રવાહી સાથે બ્લૂ બોટલ

Viral News: બ્રિટનમાં ખોદકામ દરમિયાન હાડપિંજરના પગ વચ્ચે મળી રહસ્યમય પ્રવાહી સાથે બ્લૂ બોટલ

ખોદકામ દરમિયાન એક હાડપિંજર મળ્યું જેના પર વાદળી રંગની કાચની બોટલ હતી, તેના પર હલ ઇન્ફર્મરી લખ્યું હતું. (તસવીર સાભાર- Highways England)

કબરમાં કાળજીપૂર્વક રાખેલી સીલ બંધ બોટલમાં એક રહસ્યમય વાદળી રંગનું પ્રવાહી હતું, તેની પર હલ ઇન્ફર્મરી કેમ લખ્યું હતું?

    પુરાતત્વ વિભાગ (Archeology)માં કામ કરવું એક રોમાંચક અનુભવ હોય છે, કારણ કે પુરાતત્વ વિદો (Archeologist) જમીનમાંથી મળતી તમામ ઐતિહાસિક વસ્તુઓના (Historic Elements) પ્રથમ સાક્ષી હોય છે. ઇંગ્લેન્ડ (England)માં કિંગસ્ટન અપોન હલ (Kingston Upon Hull) શહેર જેને હલ (Hull) તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આવું જ એક તત્વ હાલમાં કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન મળ્યું છે. પુરાતત્વવિદોની એક ટીમને એક માનવ હાડપિંજર (Skeleton)ના પગ વચ્ચે એક રહસ્યમય વાદળી રંગના પ્રવાહી ભરેલી એક બોટલ (mysterious blue liquid bottle) મળી આવી છે.

    70 વિશેષકોની ટીમ જૂના ટ્રિનિટી કબ્રસ્તાન (Old Trinity Cemetery)માં એક નવી જંક્શન સાઇટ બનાવવાની યોજના અંગે કામ કરી રહી હતી. ત્યારે ખોદકામ દરમિયાન તેમને એક હાડપિંજર મળ્યુ, જેના પર વાદળી રંગની કાચની બોટલ હતી, તેના પર હલ ઇન્ફર્મરી (Hull Infirmary) લખ્યું હતું, જેને કાળજીપૂર્વક પગની વચ્ચે રાખવામાં આવી હતી.

    આ પણ વાંચો, યુવતીના બેડરૂમમાં ઘૂસી જતો હતો મકાન માલિક, તકિયા સાથે કરતો હતો આવી હરકત

    હલ ડેલી મેઇલના રિપોર્ટ અનુસાર, સંશોધન કર્યા બાદ જાણવા મળ્યુ કે, આ હાડપિંજર એક મહિલાનું છે જેનું 60ના દાયકામાં મૃત્યુ નીપજ્યું હતું. તેણી રિકેટ્સ અને ઓસ્ટિયોપોરોસિસથી પીડાઇ રહી હતી. કાળજીપૂર્વક કબરમાં રાખેલી સીલ બંધ બોટલમાં એક રહસ્યમય વાદળી રંગનું પ્રવાહી હતું.

    આ પણ વાંચો, OMG: 6 મહિનાથી ટીચરને પગાર નહોતો ચૂકવ્યો, ઉઘરાણી કરી તો ઘોડો સોંપી દીધો!

    હલ ડેલી મેઇલ સાથેના એક ઇન્ટરવ્યૂમાં નોટિંગહામ ટ્રેંટ યુનિવર્સિટીમાં ઓસ્ટિયોલોજી સુપરવાઇઝર કેટી ડાલમને કહ્યું કે, લિકવિડના સંશોધનમાં પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસની હાજરી જોવા મળી છે. તે સંભવતઃ મૂત્ર હોઇ શકે છે. જોકે ઘણા સવાલો ઊભા થાય છે કે તેને કબરમાં શા માટે રાખવામાં આવ્યું? તે મૂત્ર નહીં તો બીજુ શું હોઇ શકે છે? એક અન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખી તેમણે કહ્યું કે, તે એક ફોસ્ફેટ આધારિત ટોનિક પણ હોઇ શકે છે, જે 19મી સદીમાં વિવિધ બીમારીઓના ઇલાજ તરીકે ખૂબ લોકપ્રિય હતું.

    આ ખોદકામ પ્રોજેક્ટને હલના ઇતિહાસમાં સૌથી મોટું પુરાતત્વીય ખોદકામ માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટમાં 1500થી વધુ હાડપિંજર કાઢવામાં આવી શકે છે. તમામ હાડપિંજરોને વર્ષ 1783થી 1861ની વચ્ચે દફનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કબરોમાં વિંટીઓ, સિક્કાઓ, કપડા અને ક્રોકરી જેવી કલાકૃતિઓ પણ મળી આવી છે. જોકે વાદળી રંગના પ્રવાહી મળવાની ઘટના અટપટી અને પ્રથમ છે.
    First published:

    Tags: Archaeology, Blue Liquid, England, OMG, Skeleton, Viral, Viral news, Weird news