Home /News /eye-catcher /આ મહિલાને એવી વિચિત્ર આદત છે કે સાંભળીને તમને ઉલ્ટી આવી જશે, સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

આ મહિલાને એવી વિચિત્ર આદત છે કે સાંભળીને તમને ઉલ્ટી આવી જશે, સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

આ મહિલાને છે વિચિત્ર આદત

દ સનના રિપોર્ટ અનુસાર, આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની આ અજીબોગરીબ આદતને દુનિયા સામે રજૂ કરી હતી. તેણે લોકોને કહ્યું કે, તેને પોતાના શરીરની સુકી ચામડી ખાવાનું સારુ લાગે છે.

માણસનું શરીર અને મગજ અલગ અલગ રીતે કામ કરે છે. અમુક લોકો તો એટલા અલગ હોય છે કે, તેમની ખાવા-પીવાની આદતો વિશે સાંભળીને સામાન્ય માણસ તો ચોંકી જાય. તમારી આજૂબાજૂમં અમુક એવા લોકો હશે, જે ચોક, સાબુ, માટી અથવા દિવાલનો ચુનો ખાવાની આદત હશે. જે થોડા વધારે અજીબ હોય છે, તેમને કંઈક અલગ જ ખાવાનું મન થતું હોય છે, પણ આજે અમે આપને અહીં એક મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેની આદત સાંભળીને આપને ઉલ્ટી આવી જશે.

આ પણ વાંચો: PHOTOS: આ યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા; 24 કલાકમાં તો કંટાળી ગઈ, છૂટાછેડા લઈ લીધા

દ સનના રિપોર્ટ અનુસાર, આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની આ અજીબોગરીબ આદતને દુનિયા સામે રજૂ કરી હતી. તેણે લોકોને કહ્યું કે, તેને પોતાના શરીરની સુકી ચામડી ખાવાનું સારુ લાગે છે. @whatallergy નામના ટિકટોક અકાઉન્ટથી મહિલાએ પોતાનો વીડિયો શેર કર્યો છે અને લોકોને પુછ્યું કે, શું બીજા કોઈને આવી આદત છે ખરાં?

શરીરની સુકી ચામડી ખાય છે આ મહિલા


મહિલાએ લોકોની સામે પોતાની આ આદત વિશે વાત કરતા કહ્યુ કે, સ્કીન પિકિંગ એક સમસ્યા છે, જે તેની માફક અન્ય કેટલાય લોકોને હશે. એટલું જ નહીં પોતાના વીડિયોમાં લોકોને ટ્વિટર યુઝર્સને સુકી ચામડીને કાપતા અને તેને ખાતા બતાવ્યું હતું. આ વીડિયોને હજારો લોકોએ જોયો. રસપ્રદ વાત એ છે કે, અમુક લોકો આ મહિલાની આ આદત બદલ ઈમાનદારીથી બતાવવા બદલ વખાણ કર્યા. જ્યારે અમુક લોકોએ તેને ગંદુ અને હિચકારી ગણાવ્યું હતું. ઘણા યુઝર્સે લખ્યું કે, તેને આ વીડિયો જોઈને ઉલ્ટી આવવા લાગી અને તે આ મહિલાને અનફોલો કરી દેશે.

ગુસ્સો અને ઉદાસીમાં વધી જાય છે આ સમસ્યા


મહિલાને કેટલાય વર્ષથી એક્ઝિમાની સમસ્યા છે, તેના કારણે તેની ત્વચા સુકાઈને નીકળી જાય છે. પહેલા તો તે આવી ચામડીને કાઢીને ખાઈ જતી હતી, પણ ધીમે ધીમે તે તેની આદત બની ગઈ. તે ઊંઘમાં પણ આવું કરતી રહે છે. લોકો પાસેથી ટ્રોલ થયા બાદ જણાવ્યું કે, તેને Excoriation ની સમસ્યા છે. જે એક માનસિક સ્થિતી છે. તેમાં લોકો પોતાની ત્વચાને ઉખાડે છે. ખાસ કરીને ગુસ્સો, પરેશાની અને તણાવમાં આવી સ્થિતી વધી જાય છે.
First published:

Tags: Ajab Gajab, Viral news