Tinder પર પહેલી ડેટ માટે બોલાવી છોકરીને અને લઇ ગયો સ્મશાન

News18 Gujarati
Updated: December 10, 2018, 3:33 PM IST
Tinder પર પહેલી ડેટ માટે બોલાવી છોકરીને અને લઇ ગયો સ્મશાન
પ્રતિકાત્મક તસવીર

છોકરીને લાગતું હતું કે હવે કંઇ એકદમ રોચક અને રોમાન્ટિક થવાનું છે.

  • Share this:
એક છોકરીએ ટ્વિટર પર ખુલાસો કરતા કહ્યું કે ટિંડર એપથી એક માણસે તેને પહેલી ડેટ પર ઇન્વાઇટ કરી અને અંતિમ સંસ્કારનાં કાર્યક્રમમાં લઇ ગયો. છોકરાએ છોકરીને કાળા રંગનાં કપડા પહેરાવીને બોલાવી હતી. છોકરીને લાગતું હતું કે હવે કંઇ એકદમ રોચક અને રોમાન્ટિક થવાનું છે.

ઇંગ્લેન્ડનાં લીડ્સની રહેવાસી મહિલા રચેલે તેની પહેલી ડેટની દુખદ દાસ્તાન સંભળાવી છે. જો કે તેણે પોતાના નામનો ખુલાસો નથી કર્યો. છોકરો તેની દાદીનાં અંતિમ સંસ્કારમાં તેને લઇ ગયો હતો. આ કહાની ટ્વિટર પર ઘણી જ વાયરલ થઇ ગઇ છે. છોકરીને મળતા પહેલા છોકરાએ કહ્યું હતું કે બ્લેક ડ્રેસ પહેરીને આવજે હું તને સરપ્રાઇઝ કરી દઇશ.

અંતિમ સંસ્કાર દરમિયાન છોકરાએ છોકરીનો હાથ પકડી લીધો હતો. છોકરીએ કહ્યું કે મજબૂરીમાં તેણે એક અજનબીનો હાથ પકડી રાખવો પડ્યો. પોતાની કારમાં છોકરો તેને લેવા આવ્યો હતો તે પછી તેણે સીધી અંતિમસંસ્કારની જગ્યાએ જ ગાડી રોકી હતી. ત્યારે છોકરીને લાગ્યું હતું કે કંઇક સરપ્રાઇઝ હશે. પરંતુ થોડી જ વારમાં તેને હકિકતનું ભાન થઇ ગયું.

આ પણ વાંચો : કેમ આ શહેરની મહિલાઓ લાલ રંગના શૂઝ રસ્તા પર મૂકી રહી છે?

થોડા સપ્તાહ પહેલા છોકરાનું ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅર થઇ ગયું હતુ. જે પછી તેને આ પ્રસંગ માટે કોઇ સાથીની જરૂર હતી. તેણે એ પણ કહ્યું કે જો છોકરીને તે પહેલેથી જ આ બધી વાત કરી દે ત તો કદાચ તે માની ન હોત એટલે ખોટુ બોલીને ત્યાં બોલાવી હતી.

આ પણ વાંચો : આ માજીને ઓળખે છે આખી દુનિયા, નિધન થતા રડ્યાં લાખો યુવક-યુવતીછોકરીએ કહ્યું કે આવી જગ્યાએ કેબ બોલાવી પણ તેને યોગ્ય ન લાગી તેથી તે ત્યાં જ રોકાઇ. છોકરા આ વિધી પતાવીને તેને પોતાના ઘરે પણ લઇ ગયો હતો.
First published: December 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading