VIDEO: આ સુપરફાસ્ટ ટ્રેનનો ફર્સ્ટ AC કોચ બની ગયો સ્વિમિંગ પૂલ

આ વીડિયો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ જોવાનો શરુ કર્યો અને ખૂબ આનંદ માણ્યો, કેટલાક યૂઝર્સે તો તેને ટ્રેનમાં પાણી ભરાતા ચોમાસાની ખાસ ટ્રેન તરીકે ગણાવી.

News18 Gujarati
Updated: July 4, 2019, 12:47 PM IST
VIDEO: આ સુપરફાસ્ટ ટ્રેનનો ફર્સ્ટ AC કોચ બની ગયો સ્વિમિંગ પૂલ
આ રીતે નીકળ્યું પાણી
News18 Gujarati
Updated: July 4, 2019, 12:47 PM IST
મુંબઇમાં ભારે વરસાદથી તબાહી અને લોકોના ઘરોમાં પાણી ભરાવવાના અહેવાલો વચ્ચે સંગમિત્રા સુપરફાસ્ટ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં પાણી ભરાવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. બેંગ્લુરુ-પટના વચ્ચે ચાલતી આ ટ્રેન સૌથી ઉચ્ચી ટ્રેનના ડબામાં પાણી ભરાવવાને કારણે ટ્રેનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી, તે સમયે ટ્રેનની ઝડપ કલાક દીઠ આશરે 100 કિ.મી હતી.

આ રીતે નીકળ્યું પાણી

એસી કોચમાં ભરાયેલું પાણી ડબ્બાના એસીમાંથી બહાર નીકળ્યું હતુ. ટ્રેન ઓપરેટરો આ પાણીને ટ્રેનમાંથી બહાર કાઢવાનું ભૂલી ગયા. આવી પરિસ્થિતિમાં જ્યારે પાણી એક સ્તરથી ઉપર ગયું તો પાણી ફરીથી ટ્રેનમાં ભરાવવા લાગ્યું.


Loading...



એક યાત્રીએ 45 સેકન્ડનો વીડિયો શેર કરીએ કહ્યું કે કોચમાં પાણીનો પ્રવાહ બાથરૂમમાંથી વહેતો હતો. ફરિયાદ હોવા છતાં મિકેનિક આવ્યો ન હતો.

લોકોએ કહ્યું નેહરુજીની ભૂલ

આ વીડિયો રિલીઝ થતાં સોશિયલ મીડિયાના યૂઝર્સોએ તેનો આનંદ માણવાનું શરૂ કર્યું. કેટલાક યૂઝર્સે ટ્રેનમાં પાણી ભરાયા પછી આ ચોમાસાની ખાસ ટ્રેન તરીકે ગણાવી. લોકોએ અલગ અલગ રીતે કહ્યું છે કે કોઇ ચોમાસાનો આનંદ ઉઠાવવા માંગે છે તો આ ટ્રેનની ટિકિટ લઇ શકે છે.



અનેક યૂઝર્સે કહ્યુ કે આ કોચ કોંગ્રેસના કાર્યકાળમાં બનાવવામાં આવ્યા હતા, તેથી ટ્રેનમાં પાણી ભરાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે. માત્ર એટલું જ નહીં, કેટલાક યૂઝર્સે કહ્યું કે ભારતમાં જે પણ ચાલી રહ્યું છે તેની પાછળ જવાહરલાલ નેહરુનો હાથ છે.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...