મુંબઈ : હાલના સમયમાં લગ્ન (Marriage)ની વાત આવે ત્યારે કપલ્સ પોતાના માટે બેસ્ટ ફોટોશૂટ (Best Photoshoot) પ્લાન કરતાં હોય છે. ત્યાં સુધી કે અનેકવાર તો તેના માટે આઉટ ઑફ ધ બૉક્સ આઇડિયાઝ (Out of the Box Ideas) પણ શોધી લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય મૂળના અમેરિકન કપલ (Indian Origin American Couple)નો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. મૂળે, બંનેનો આ વીડિયો એક જિરાફ (Giraffe)ના કારણે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
વીડિયોમાં આ કપલ એક જિરાફની સામે જ પોઝ આપતું જોવા મળી રહ્યું છે પરંતુ ત્યારે કંઈક એવું થાય છે, જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. અચાનક જ જિરાફ વરરાજાનો સાફો ખેંચી લે છે. આ ઘટના કેલિફોર્નિયાના માલિબૂની છે. આ કપલ, સ્ટેનલી નામના જિરાફની સામે પોતાના લગ્નના આઉટફિટમાં ફોટોશૂટ કરાવી રહ્યું હતું.
જેવું જિરાફે વરરાજાના માથા પરથી સાફો ખેંચ્યો તો દુલ્હને સાફાને બચાવવા માટે તેની પર તરાપ મારતી જોવા મળી. ત્યારે અન્ય એક વ્યક્ત કપલની મદદે આવ્યો એન તેણે કૂદીને જિરાફના મોઢામાંથી સાફાને છોડાવી દીધો.
આ પણ વાંચો, કારચાલકે SMSનો જવાબ આપવાં છોડ્યું સ્ટિયરિંગ, કાર ઊડીને નદીમાં ખાબકી, જુઓ Video
આ વીડિયોને અપેરિના સ્ટુડિયોએ પોતાના યૂટ્યૂબ પર શૅર કર્યો છે. આ વેડિંગ ફોટોશૂટની વાત કરતાં અપેરિના સ્ટુડિયોએ લખ્યું કે, અમને કેલિફોર્નિયાના માલિબૂમાં જિરાફ સ્ટેનલીની સાથે એક કપલનું ફોટોશૂટ કરવાની તક મળી. અમારો અનુભવ ઘણો સારો અને રસપ્રદ રહ્યો. તેઓએ વધુમાં લખ્યું કે, જિરાફની સાથે અમારું આ ફોટોશૂટ ઘણું ક્રિએટિવ રહ્યું.
આ પણ વાંચો, Bullet Rani: દુલ્હનની બુલેટ એન્ટ્રી જોઈ વરરાજા અને જાનૈયા ડઘાઈ ગયા!
Published by:News18 Gujarati
First published:March 12, 2020, 15:29 pm