ચાલુ ડાન્સ પરફોર્મન્સમાં ઘસઘસાટ ઊંઘી ગઈ ક્યૂટ બાળકી - Video જોઈ તમને પણ જોઈ મજા પડી જશે

ચાલુ ડાન્સ પરફોર્મન્સમાં ઘસઘસાટ ઊંઘી ગઈ ક્યૂટ બાળકી - Video જોઈ તમને પણ જોઈ મજા પડી જશે
ચાલુ ડાન્સ પરફોર્મન્સમાં બાળકી સુઈ ગઈ

તાજેતરમાં પણ લોકોને પસંદ આવે તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં નાનકડી બાળકીની નિર્દોષતાએ અનેકનું દિલ જીતી લીધું છે.

 • Share this:
  ઇન્ટરનેટના યુગમાં તસવીર કે વિડીયો આગની જેમ વાયરલ થઈ જાય તે નવી બાબત નથી. દરરોજ અનેક વિડીયો અને ફોટા ઇન્ટરનેટ પર જોવા મળે છે જેમાંથી લોકોને સૌથી વધુ પસંદ આવે તે કન્ટેન્ટ વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં પણ લોકોને પસંદ આવે તેવો વિડીયો વાયરલ થયો છે. જેમાં નાનકડી બાળકીની નિર્દોષતાએ અનેકનું દિલ જીતી લીધું છે.

  દોઢ મિનિટનો આ વિડીયો ચીનનો છે. બાળકી તેના ડાન્સ પર્ફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર જ સુઈ ગઈ હતી. આ બાળકીને ઉઠાડવા તેની પાર્ટનર પ્રયાસ કરે છે. પરંતુ તે ઘસઘસાટ ઊંઘી રહી છે. આ સમગ્ર ક્લિપ જોઈને લોકો હસી-હસીને લોટપોટ થઇ ગયા છે. આ ઘટના પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતના વેનઝહૂ શહેરમાં બની હતી.  આ વિડીયોને સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા યુટ્યુબમાં 26મી માર્ચે શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને 4 લાખ વ્યૂ અને 500 કમેન્ટ મળી છે.

  આ પણ વાંચો - દારૂ ન મળતા રગવાયા થયા બે ભાઈ, તલપ દુર કરવા પાણી સાથે બનાવ્યો સેનિટાઈઝરનો પેક, બંનેના મોત

  ક્લિપમાં શું છે?

  ક્લિપમાં એક નાની છોકરીને ગુલાબી રંગના ડ્રેસમાં ઘસઘસાટ ઊંઘે છે અને અન્ય છોકરીઓના ડાન્સ સ્ટેપ્સ ચાલુ છે. તેની બાજુમાં બેઠેલી તેની ડાન્સ પાર્ટનર તેને જગાડવાનો પ્રયત્ન કરતી જોઇ શકાય છે, પરંતુ છોકરી ઉઠતી નથી.  આ વિડીયો શેર કરવાની સાથે ટેક્સ્ટમાં લખ્યું છે કે, છોકરીને લંચના વિરામ દરમિયાન સુવાનો સમય ન મળ્યો, તેથી તે સ્ટેજ પર સૂઈ ગઇ.

  બાળકી સુઈ ગઈ હતી

  તેની માતાના કહેવા પ્રમાણે, નાનકડી છોકરી તેના લંચના સમયે ઝોલું લઈ લે છે, પરંતુ શોના દિવસે તે એક્ટને કારણે તેને સમય મળ્યો નથી. તેથી તે થાકી ગઈ હોવાથી સ્ટેજ પર સૂઈ ગઈ હતી. શો પુરો થયા પછી પણ પોતાની પુત્રીને ઉઠાડી શકી નહોતી.

  આ પણ વાંચોમાલકીનને લઈ નોકર ફરાર, પત્નીનો ફોટો લઈ માલિક શોધવા ભટકી રહ્યો, બાળકોની રડી-રડી હાલત ખરાબ

  લોકોએ કેવી કેવી કોમેન્ટ કરી

  લોકો આ વિડીયો ઉપર ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક દર્શકે મજાક કરતાં કહ્યું કે, કામ સમયે મારી હાલત પણ આવી થાય છે. વધુ એક યુઝરે કહ્યું હતું કે, તેની સાથી વિચારી રહી છે કે, આપણે રિહર્સલ કર્યું તેમાં આવું તો કાઈ નહોતું. વધુ એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું, જ્યારે તમે સૂઈ જાઓ તે આખા નૃત્ય કરતા વધુ મનોરંજક છે.
  Published by:News18 Gujarati
  First published:April 01, 2021, 16:08 pm