કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, રસોડાનો સામાન વેરવિખેર

કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, રસોડાનો સામાન વેરવિખેર
વાયરલ થઈ રહેલી તસવીર.

મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થયો હોવાનું તમે સાંભળ્યું હશે પરંતુ સ્કૉટલેન્ડમાં કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો.

  • Share this:
    સ્કૉટલેન્ડ: મોબાઇલ ફોન (Mobile phone blast) ફાટ્યો હોવાના સમાચાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વૉશિંગ મશીન (Washing Machine) ફાટ્યું હોય તેવું સાંભળ્યું છે? જો નથી સાંભળ્યું તો આજે એવા જ સમાચાર જણાવી રહ્યા છીએ. અમે એવી તસવીર બતાવી રહ્યા છીએ જેમાં કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવ સ્કૉટલેન્ડ (Scotland)નો છે. સ્કૉટલેન્ડની એક મહિલાએ સોશિયલ મીડિયા (Social media) પર અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે રસોડા (Kitchen)માં રાખવામાં આવેલા વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કિચનના સિંકનું આખું ડ્રેનિંગ યુનિટ ગાયબ થઈ ગયું હતું. કાચ તૂટીને તેના ટૂકડા રસોડામાં ફેલાઈ ગયા હતા.

    મહિલાએ જણાવ્યું કે, એવું વિચારીને જ થરથરી ઊઠું છું કે જો મારા પરિવારનું કોઈ સભ્ય ત્યાં હાજર હોત તો તેની હાલત શું થતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. Laura Birrel નામની મહિલાએ રવિવારે ફેસબુક પર અમુક તસવીરો પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, "મેં અનેક વખત સાંભળ્યું છે કે ઘરથી બહાર જતી વખતે વૉશિંગ મશીનને ચાલુ ન મૂકવું જોઈએ. મને ખુશી છે કે હું ઘરે જ હતી જ્યારે મારા વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. વૉશિંગ મશીનમાં બ્લાસ્ટથી ઘરમાં કાચના ટૂકડા ફેલાઈ ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે જે જાણે વિસ્ફોટ જ થયો છે."



    આ પણ વાંચો: કોરોના: દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1340 લોકોનાં મોત, દેશની 57% વસ્તી ઘરોમાં કેદ

    મહિલાએ જણાવ્યું કે વૉશિંગ મશીનનું ડ્રમ અને વર્કટોપ અને ડ્રેનર ફાટી ગયા હતા. જ્યારે હું રસોડામાંથી પસાર થઈ ત્યારે મને ધૂમાડો જોવા મળ્યો. મેં સમય જતાં તેને બંધ કરી દીધો હતો. આજનો રવિવાર મારા માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. હવે હું ક્યારેય મશીનને ચાલુ મૂકીને નહીં જાઉં. હું વિચારી નથી શકતી કે જો હું એ સમયે કિચનમાં હાજર હોત અથવા મારા પરિવારનું કોઈ સભ્ય હાજર હોત તો તેમની શું હાલત થતી.

    આ પણ વાંચો: Senior Citizens માટે ખુશીના સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં નહીં રહે પૈસાની ચિંતા, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય


    આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી


    સોશિયલ મીડિયા પર હાલ જે તસવીરો પોસ્ટ થઈ રહી છે તેને જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા કે વૉશિંગ મશીનમાં પણ આવો કોઈ બ્લાસ્ટ થઈ શકે છે! જોકે, લોકોને એ વાતની ખુશી છે કે મહિલાના પરિવારને કોઈ નુકસાન નથી પહોંચ્યું. આ તસવીરને ફેસબુક પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 17, 2021, 08:33 am

    ટૉપ ન્યૂઝ