Home /News /eye-catcher /વિવેક ઓબેરોયે સુશાંત અને ડિપ્રેશન વિશે વ્યથા ઠાલવી, ઐશ્વર્યા સાથેના અફેર પર કરી આવી વાત
વિવેક ઓબેરોયે સુશાંત અને ડિપ્રેશન વિશે વ્યથા ઠાલવી, ઐશ્વર્યા સાથેના અફેર પર કરી આવી વાત
(વિવેક ઓબેરોય)
વિવેકે કહ્યું, આટલી શાનદાર ફિલ્મો આપ્યા પછી મારી પાસે કોઈ કામ નહોતું. આ સમય દરમિયાન તે ફિલ્મોના ઓડિશન માટે જતો હતો અને કોઈને ખબર પણ નહોતી પડતી કે તે સુરેશ ઓબેરોયનો પુત્ર છે.
એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોયનું (Vivek oberoi) કરિયર પ્રગતિના સોપાનો સર કરી રહ્યું હતું. તેણે 'કંપની', 'સાથિયા', 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવા પ્રોજેક્ટથી દર્શકોને દિવાના બનાવ્યા. પરંતુ ત્યારબાદ અચાનક તેની કારકિર્દી પર પૂર્ણવિરામ આવી ગયું.
તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે આ વિશે વાત કરતા કહ્યું કે, તાજેતરમાં જ કંઈક એવું બન્યું કે તે લાંબા સમય સુધી ખાલી હાથે બેસી રહ્યો. સાથે જ તેને બ્રેકઅપની પીડા પણ સહન કરવી પડી હતી. અભિનેત્રી ઐશ્વર્યા રાય માટે તેમનો પ્રેમ પરવાન ચઢયો જ હતો કે બંને વચ્ચેના પ્રેમમાં અંતર આવી ગયું. અચાનક વિવેકના અંગત અને વ્યવસાયિક જીવનમાં દુઃખ ફેલાઈ ગયું. આ માટે કોણ જવાબદાર હતું? અને તે સમયે અભિનેતાની હાલત કેવી હતી?
ઐશ્વર્યા સાથેના બ્રેકઅપ બાદ વિવેકે માત્ર અંગત જીવનમાં જ દુઃખ અનુભવ્યું ન હતું, પરંતુ તેની પ્રોફેશનલ લાઈફમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. તાજેતરમાં જ અભિનેતાએ કહ્યું હતું કે, તે 18 મહિનાથી ખાલી હાથે બેઠો હતો. વિવેકે કહ્યું, આટલી શાનદાર ફિલ્મો આપ્યા પછી મારી પાસે કોઈ કામ નહોતું. આ સમય દરમિયાન તે ફિલ્મોના ઓડિશન માટે જતો હતો અને કોઈને ખબર પણ નહોતી પડતી કે તે સુરેશ ઓબેરોયનો પુત્ર છે. આ દરમિયાન તેના મનમાં ઘણા ખરાબ વિચારો આવ્યા. તેણે આ બધું સમાપ્ત કરવાનો નિર્ણય પણ લીધો હતો.
વિવેક ઓબેરોયે આ સમય દરમિયાન કહ્યું હતું, કે બોલિવૂડ ત્યારે પાંચથી દસ લોકો દ્વારા નિયંત્રિત હતું અને તે એક ધારણા સેટ કરી દેતા હતા. વિવેક ઓબેરોયે વધુમાં કહ્યું કે, હવે ઓટીટી (OTT)ના આગમનથી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે, તેની સાથે જે પણ થયું છે તેના વિશે તેના મનમાં કોઈ કડવાશ નથી. તે જીવનમાં આગળ વધ્યો છે અને આમાં તેની પત્ની પ્રિયંકા અને માતાએ ઘણો સાથ આપ્યો છે.
વાતચીત દરમિયાન વિવેક ઓબેરોયે સુશાંત સિંહ રાજપૂતના નામનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડમાં જે પીડામાંથી પસાર થયો, તે સમજી શકે છે. એજન્ડા વ્યક્તિને તોડે છે. આ સિવાય તેણે પત્ની પ્રિયંકાના સમર્થનનો ઉલ્લેખ કર્યો. વિવેકે કહ્યું કે પ્રિયંકાએ તેને દરેક રીતે સપોર્ટ કર્યો. આ ઉપરાંત તેની માતાના સમર્થનનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે તેને જીવનમાં ફરીથી ઊભા રહેવાની હિંમત તેની માતા પાસેથી મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર