મુંબઈ: 'હું તને એક થપ્પડ મારી દઈશ,' રખડતા શ્વાન મામલે મહિલા અને યુવક વચ્ચે જાહેરમાં તડાફડી

વીડિયો પરથી લેવાયેલી તસવીર.

"મારે શું કરવું જોઈએ એની મને ખબર છે. તું મને સલાહ ન આપ. બરાબર? તારે જ કરવું હોય એ કર. મને ન શીખવ. મારી કે મારા વૉચમેન સાથે વાત ન કર. અહીંથી જા. અમારી સાથે વાત ન કર."

 • Share this:
  મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માંથી એક યુવક અને મહિલાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક મહિલાને રખડતા શ્વાનોને ખાવાનું ન આપવાનું કહીને ધમકાવી રહ્યો છે. સાથે સાથે આ યુવક મહિલાને થપ્પડ મારવાની પણ ધમકી આપે છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર Ted The Stoner નામના યૂઝરે આ વીડિયો શેર કર્યો છે. જેમાં મુંબઈના બોરિવલી વિસ્તારના યોગી નગર (Yogi Nagar) ખાતે રહેતો એક વ્યક્તિ એક મહિલા સાથે ઉગ્ર ભાષામાં દલીલ કરી રહ્યો છે. વ્યક્તિ આ મહિલાને કહી રહ્યો છે કે તેણીએ આસપાસ શ્વાનોને ખાવાનું ન આપવું.

  આ વીડિયોની શરૂઆતમાં મહિલાને એવું કહેતા સાંભળવામાં આવી હતી કે, "તમારે આ પ્રાણીઓને મારવા ન જોઈએ." તેની સામે વ્યક્તિ દલીલ કરી રહ્યો છે કે, "મારે શું કરવું જોઈએ એની મને ખબર છે. તું મને સલાહ ન આપ. બરાબર? તારે જ કરવું હોય એ કર. મને ન શીખવ. મારી કે મારા વૉચમેન સાથે વાત ન કર. અહીંથી જા. અમારી સાથે વાત ન કર."

  આ પણ વાંચો: 30 વર્ષ પહેલા તરુણીને ભગાડી જનાર 70 વર્ષનો ડોસો ઝડપાયો, તરુણી થકી મેળવ્યા બે પુત્રો!

  જ્યારે મહિલા તરફથી દલીલ કરવામાં આવે છે કે, આ નિર્દોષ પ્રાણીઓ (શ્વાન)ને વૉચમેને તરફથી માર મારવામાં આવી રહ્યો છે ત્યારે તેના જવાબમાં યુવક કહે છે કે, જો રખડતાં શ્વાનોની એટલી જ ચિંતા હોય તો તેમને તમારા બિલ્ડિંગ ખાતે લઈ જાઓ અને જે કરવું હોય એ કરો. વીડિયોમાં એક મહિલા દલીલ કરી રહેલા વ્યક્તિને એવું કહી રહી છે કે શું તે તેના બાળકોને પણ મારે છે. આ વાત સાંભળતા જ વ્ચક્તિ વધારે ગુસ્સે ભરાય છે અને કહે છે કે, મારા બાળકોની સરખામણી રખડતા શ્વાન સાથે ન કરો. મોઢું સંભાળીને વાત કરો. માણસ અને શ્વાનમાં ફરક હોય છે.

  આ પણ વાંચો:  Alert: પહેલી એપ્રિલથી નહીં ચાલે આ 8 બેંકોની જૂની ચેકબુક, જાણો કારણ


  મહિલા જ્યારે તેને કહે છે કે તું ખોટો છો ત્યારે પુરુષ મહિલા તરફ ધસી જાય છે અને કહે છે કે,"હું નહીં તું ખોટી છે. હું તને એક થપ્પડ મારી દઈશ." વીડિયોમાં બીજી ક્ષણોમાં વ્યક્તિ તેની બિલ્ડિંગના વૉચમેનને ધમકાવતા કહે છે કે, "હવેથી જો હું મારા બિલ્ડિંગમાં કોઈ રખડતા શ્વાનને જોઈશ અને તું તેને લાકડીથી નહીં ફટકારે તો હું તને છોડીશ નહીં." આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર અનેક કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: