રશિયાના મોસ્કોમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ બ્રિફકેસ સાથે લગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું. 24 વર્ષનો રેન (Rain Gordon) નર્સરી સ્કૂલનો શિક્ષક છે. તેને નિર્જીવ વસ્તુઓથી પ્રેમ છે. અને આ કોઇ સામાન્ય લગાવ નથી તે આવી વસ્તુઓથી શારીરિક રીતે આકર્ષાય છે.
આ કારણ છે કે તે હવે એક બ્રીફકેસના આકર્ષણમાં પડી છે. અને તેનું કહેવું છે કે તેને આ બ્રીફકેસથી પ્રેમ થઇ ગયો છે. રેન તેની બ્રીફકેસ ગિડિઓનથી પહેલી વાર પાંચ વર્ષ પહેલાં એક દુકાનમાં મળી હતો. જ્યારે તે બ્રીફકેસ તરફ આકર્ષિત થઈ ત્યારે તેણે ત્યારે અહીં શોપિંગ કરવા ગઈ હતી. તે આ બ્રિફકેસથી પોતાની નજર ના હટવી શકી અને તેથી તેણે તે ખરીદી લીધી.
એટલું જ નહીં યુવાઅવસ્થામાં, રેન ઘણી વસ્તુઓ તરફ આકર્ષિત થતો, પરંતુ તેણીને તે બાબતો વિશે કોઈને કહેવું કે નહીં તે સમજાયું નહીં તેને લાગ્યું કે કદાચ લોકો તેને પાગલ સમજશે. પરંતુ હવે જ્યારે તે મોટી થાય છે, ત્યારે તે લોકોને તેના બ્રીફકેસ સાથેના પ્રેમ વિશે કહ્યું, જેને લોકો નિર્જીવ પદાર્થોને પ્રેમ ભાવના માને છે. રેન મુજબ જ્યારે હું ગિદઓનને જોઉં છું, ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે અટકી જાય છે. હું ચાંદી, અરીસાના પ્રતિબિંબને ખૂબ પ્રેમ કરું છું. લોકો મારી લાગણીઓને સમજી શકતા નથી. તેમને લાગે છે કે હું પાગલ છું.
બ્રીફકેસ ખરીદ્યા પછી રેન તેની સાથે સમય વ્યતિત કરતી. આ વર્ષે જૂનમાં, તેણે ગિદિયોન એટલે કે તેના આ બ્રીફકેસ સાથે લગ્ન કર્યા. તેના લગ્નમાં પરિવાર અને મિત્રો શામેલ હતા. આ લગ્ન કોઈ સત્તાવાર લગ્ન નહોતા પણ રેન ખુશ છે કે ગિડિઓન સાથેનો તેમનો સંબંધ આગળ વધ્યો છે. રેને કહ્યું કે તે રોજ આ બ્રીફકેસ સાતે 3-4 કલાક વ્યતિત કરે છે.
રેને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, 2017 માં તે એક પુરુષ સાથે સંબંધમાં હતી પરંતુ તે સંબંધ ફક્ત 2 વર્ષ ચાલ્યો હતો. રેને કહ્યું- જ્યારે મારે બ્રીફકેસ અને વ્યક્તિ વચ્ચે પસંદગી કરવાની હતી, ત્યારે મેં બ્રીફકેસ પસંદ કર્યું.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર