Home /News /eye-catcher /Viral: તાંત્રિકે વિધવાને મૃત પતિ સાથે કરાવી મુલાકાત, પરવાનગી લઈ મહિલા સાથે કર્યા લગ્ન!

Viral: તાંત્રિકે વિધવાને મૃત પતિ સાથે કરાવી મુલાકાત, પરવાનગી લઈ મહિલા સાથે કર્યા લગ્ન!

સ્વર્ગસ્થ પતિ સાથે વાત કરવાને કારણે ફરીથી લગ્ન કર્યા

ઈંગ્લેન્ડ (England)ના વિલ્ટશાયર (Wiltshire)માં રહેતી એક મહિલાએ એ જ તાંત્રિક સાથે લગ્ન કર્યા, જેના દ્વારા તે તેના મૃત પતિ (Woman Contacting Dead Husband)નો સંપર્ક કરતી હતી.

  દુનિયામાં એવા ઘણા લોકો છે જે મૃત્યુ પછીના જીવન (Life After Death)ને માને છે. ઘણા લોકો તંત્ર વિદ્યાની મદદથી મૃત્યુ પામેલા લોકોનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરે છે. ઘણી વખત આવા કામ માટે તાંત્રિકોનો ઉપયોગ કરવામાં આવે છે. ઈંગ્લેન્ડ (England)ના વિલ્ટશાયર (Wiltshire)માં રહેતી આશાએ પોતાના પતિના મૃત્યુ બાદ તેની આત્મા સાથે વાત (Woman Contacting Dead Husband) કરવા માટે માત્ર એક તાંત્રિકની મદદ લીધી હતી. પરંતુ તાંત્રિકને મળ્યાના 6 અઠવાડિયા પછી જ બંનેએ લગ્ન કરી લીધા.

  મળતી માહિતી મુજબ, આશાના પતિ જોન રોજરનું 2018માં અવસાન થયું હતું. બંનેને 22 વર્ષની પુત્રી પણ હતી. પતિના અવસાન પછી આશા તૂટી ગઈ. પરંતુ તેણે તેના પતિનો સંપર્ક કરવાનું નક્કી કર્યું.

  આ માટે તેણે 60 વર્ષની કેરીનની મદદ લીધી. કેરીને ખાતરી આપી હતી કે તે તેણીને તેના સ્વર્ગસ્થ પતિ સાથે વાત કરાવશે. આના છ અઠવાડિયા પછી જ આશાએ કેરીન સાથે લગ્ન કર્યા. હવે બંને ખૂબ ખુશ છે.

  આ પણ વાંચો: આકરા તાપમાં પક્ષીને પાણી આપતાં જ ફરી બોલવા લાગ્યું

  માંદગીને કારણે ભૂતપૂર્વ પતિનું અવસાન
  આશા અને જોન રોજરના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા. તેઓને એક વીસ વર્ષની પુત્રી પણ છે. મગજમાં સોજો આવવાને કારણે જ્હોનનું મૃત્યુ થયું હતું. પતિની અચાનક ખોટથી આશા તૂટી ગઈ. તેણીએ જ્હોનના મૃત્યુ પછી સંપર્ક કરવાનું નક્કી કર્યું. આ માટે તેણે કેરીનની મદદ લીધી. આશા કહે છે કે કેરીનની મદદથી તેણે જ્હોન સાથે વાત કરી અને તેની પરવાનગીથી આશા અને કેરીનના લગ્ન 2019માં થયા. હવે બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

  સ્વર્ગસ્થ પતિ સાથે વાત કરવાને કારણે ફરીથી લગ્ન કર્યા


  આ પણ વાંચો: ખૂબ નાનું હોવા છતાં વિશ્વના સૌથી ઊંચા પર્વતની ઉપરથી પણ ઉડી શકે છે આ પ્રાણી

  પોતે પણ બની ગઈ તાંત્રિક
  કેરીન સાથે લગ્ન કર્યા બાદ હવે આશા પણ તાંત્રિક બની ગઈ છે. આશાને મળવા અંગે કેરીને કહ્યું કે જ્યારે તેણે તેને પહેલીવાર જોયો, ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે આશાની ભાવના સાથે તેનો કોઈ ઊંડો સંબંધ છે. એવું લાગતું હતું કે બંને સદીઓથી એકબીજાને ઓળખે છે. જ્યારે તેણે આશાને તેના મૃત પતિ સાથે વાત કરવા મળી ત્યારે જ્હોને પોતે જ બંનેને લગ્ન કરવાની મંજૂરી આપી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Viral news, Weird news, અજબગજબ

  विज्ञापन
  विज्ञापन