Home /News /eye-catcher /

Viral: ભારતનું અનોખું Railway Station જેનું કોઈ નામ નથી! મુસાફરો પણ મુકાઈ જાય છે મૂંઝવણમાં

Viral: ભારતનું અનોખું Railway Station જેનું કોઈ નામ નથી! મુસાફરો પણ મુકાઈ જાય છે મૂંઝવણમાં

દેશના આ રેલવે સ્ટેશનનું નામ હજી સુધી નક્કી કરી શકાયું નથી.

સાંભળવામાં આ વિચિત્ર (weird) લાગી શકે છે, પરંતુ તે સાચું છે કે બંગાળમાં બર્દવાન જિલ્લામાં (Burdwan district in West Bengal)માં એક અનામી રેલ્વે સ્ટેશન (No Name Railway Station in Bengal) છે. જાણો કેમ આ સ્ટેશનનું નામ નથી રખાયું.

    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનારી વેબસાઈટ ટેસ્ટબુક અનુસાર, 31 માર્ચ, 2017ના રોજ ભારત (indian railway station)માં કુલ 7349 નાના અને મોટા રેલવે સ્ટેશનો (Total Railway Stations in India) હતા. તે બધાના જુદા જુદા નામ છે સિવાય એકના! હા, ભારતમાં એક એવું સ્ટેશન છે જેનું નામ નથી (Railway without name in India). આ હકીકત લોકોને આશ્ચર્યચકિત કરે છે. સ્ટેશનથી ટ્રેનો પકડનારા લોકો પણના મગજ પણ ચકરાઈ જાય છે. સાંભળવામાં આ વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે સાચું છે કે બંગાળમાં બર્દવાન જિલ્લામાં (Burdwan district in West Bengal)માં એક અનામી રેલ્વે સ્ટેશન (No Name Railway Station in Bengal) છે.

    બર્દવાન શહેરથી લગભગ 35 કિલોમીટર દૂર એક ગામ છે રાયના (Raina village railway station). 2008માં અહીં એક નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ત્યારથી આ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું નથી. આ કારણસર, તે ભારતના હજારો સ્ટેશનોનું એકમાત્ર સ્ટેશન છે જેનું નામ નથી.

    આ પણ વાંચો: Weird: અહીં ગધેડા સાથે સંબંધ બનાવે છે યુવાનો! વિચિત્ર રિવાજનું કારણ જાણીને ચોંકી જશો

    કેમ નથી પડ્યું સ્ટેશનનું નામ?
    અનામી સ્ટેશનના નામ ના હોવાનું કારણ રાયના અને રાયનગર (Raina village railway station)ગામોના લોકો વચ્ચેના મતભેદનો છે. 2008 પહેલા તેમના જ નામે રાયનગરમાં એક રેલવે સ્ટેશન હતું, પરંતુ સમસ્યા એ હતી કે ટ્રેન અટકે તે પહેલાં લગભગ 200 મીટર પહેલા નેરોગેજ રૂટ (Narrow Gauge Route) હતો. આ રેલ માર્ગને બાંકુરા-દામોદર રેલવે રૂટ(Bankura-Damodar Railway Route) કહેવામાં આવતો હતો.

    આ પણ વાંચો: Weird: Party કરવામાં યુનિર્વસિટી આપી રહી છે માસ્ટર ડીગ્રી, એડમિશન માટે પડાપડી!

    ત્યાં બ્રોડગેજ શરૂ કરવામાં આવ્યું ત્યારે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ રાયના ગામ હેઠળ કરવામાં આવ્યું હતું. તે મસાગ્રામ નજીક હાવડા-બર્દવાન માર્ગ સાથે જોડાયેલો હતો. રાયના ગામના લોકોએ સ્ટેશનનું નામ રાયનગર ન રાખવાનો આગ્રહ રાખતા સમસ્યા ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે જો સ્ટેશન રાયના ગામમાં હોય તો નામ પણ રાયના સ્ટેશન હોવું જોઈએ. આ વિવાદને કારણે સ્ટેશનનું નામ આપવામાં આવ્યું ન હતું.

    આ પણ વાંચો: Weird: Covid Protocol તોડ્યો, તો પોસ્ટરો લગાવીને કરાવાઈ અપમાનજનક પરેડ!

    મુસાફરોને આ સ્ટેશન પર પડે છે તકલીફ
    આ સ્ટેશન પર બાંકુરા-મસાગ્રામ (Bankura-Masagram train) ટ્રેન દિવસમાં 6 વખત આવે છે. સ્ટેશન પર પહેલી વાર આવે તેવા કોઈપણ મુસાફરને ખૂબ આશ્ચર્ય થાય છે કારણ કે તે સમજી શકતો નથી કે સ્ટેશનનું નામ શું છે. ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોને પણ ખબર નથી કે તેઓ કયા સ્ટેશન પર ઉતર્યા છે. પ્લેટફોર્મની બંને બાજુ કોઈ નામ લખવામાં આવ્યું નથી. શહેરોને પૂછવામાં આવે તો તેઓ શોધી કાઢે છે કે તેઓ કયા ગામમાં પહોંચ્યા છે. ગામ લોકોએ તેમની અરજીઓ સાથે જિલ્લા અદાલતનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે પરંતુ કોર્ટે ઘણા કારણોસર તેમની અરજી નકારી કાઢી હતી. આ છતાં સ્ટેશનનું નામ આપી શકાયું નહીં.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Indin Railway, OMG News, Viral news, Weird news, અજબગજબ

    આગામી સમાચાર