Home /News /eye-catcher /

Weird Christmas Cake: 60 વર્ષની માએ દીકરી માટે બનાવી ક્રિસમસ સ્પેશ્યલ કેક, જોઈને દીકરીની આંખો ફાટી ગઈ!

Weird Christmas Cake: 60 વર્ષની માએ દીકરી માટે બનાવી ક્રિસમસ સ્પેશ્યલ કેક, જોઈને દીકરીની આંખો ફાટી ગઈ!

સોશિયલ મીડિયા પર આ કેક વાયરલ થઈ રહી છે. (Image- Facebook)

Weird Christmas Cake: ઈસ્ટ લંડન (East London, England)ની 30 વર્ષીય ડેના હુસૈને (Dena Huseyin) પોતાની 60 વર્ષીય મા જેકીને (Jackie) ક્રિસમસ સ્પેશ્યલ કેક બનાવવાનું કહ્યું હતું, પણ એ કેક જોઈને ડેનાના હોશ ઉડી ગયા.

    Weird Christmas Cake: ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર ક્રિસમસ (Christmas) આવતીકાલે ધામધૂમથી મનાવવામાં આવશે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ને લીધે આઉટડોર સેલિબ્રેશન (Christmas celebration 2021) પર મહદઅંશે પ્રતિબંધ મૂકાઈ ગયો છે પણ ઉજવનારા તેમની રીતે આ તહેવાર સેલિબ્રેટ કરશે. આ માટે તેઓ તૈયારીમાં લાગી ગયા છે. આ દિવસોમાં સેન્ટા ક્લોઝ (Santa Claus) વિવિધ રૂપે જોવા મળે છે. પરંતુ હાલમાં ઇંગ્લેન્ડમાં (England Christmas News) જે સાન્ટા ક્લોઝનું રૂપ જોવા મળ્યું તેને જોઈને સૌ ચોંકી ગયા છે.

    અહીં એક 60 વર્ષની માએ ક્રિસમસ નિમિતે એવી કેક (Weird Christmas Cake) બનાવી છે જેને જોઈને લોકોને શું પ્રતિક્રિયા આપવી એ સમજાઈ નથી રહ્યું. સોશિયલ મીડિયા પર લોકો તેને ફની કેક (Funny Christmas Cake) કહી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે.

    ઈસ્ટ લંડન (East London, England)ની રહેવાસી 30 વર્ષીય ડેના હુસૈને (Dena Huseyin) પોતાની 60 વર્ષીય મા જેકીને (Jackie) તેના માટે ક્રિસમસ સ્પેશ્યલ કેક બનાવવાનું કહ્યું હતું. જ્યારે માએ કેક બનાવીને તેનો ફોટો દીકરીને મોકલ્યો તો તેના હોશ ઉડી ગયા. જેકીએ કેક પર સેન્ટા ક્લોઝ બનાવ્યો હતો, પણ એ નોર્મલ સેન્ટા ન હતો!

    કેક પર પેન્ટ વગર નશામાં ધૂત જોવા મળ્યા સેન્ટા

    જેકીએ કેક પર શરાબના નશામાં ધૂત એક સેન્ટા ક્લોઝ (Drunk Santa Claus on Cake) બનાવ્યો હતો પણ તેનાથી વધુ આશ્ચર્યની વાત એ છે કે મહિલાએ સેન્ટા ક્લોઝને પેન્ટ (Nude Santa Claus on Cake) જ ન પહેરાવી! તેણે સેન્ટાના પ્રાઈવેટ પાર્ટસને (Santa Claus Private Part Shown on cake) પણ કેક પર ડિઝાઈન કર્યા, જે જોઈને દીકરી દંગ રહી ગઈ અને હસીહસીને લોટપોટ થઈ ગઈ. ડેઈલી સ્ટારની રિપોર્ટ મુજબ ફેસબુક પર ફોટો પોસ્ટ થયા બાદ કેટલાક લોકોએ આ વાતને હળવા મૂડમાં લીધી, તો કેટલાક આ કેકની ટીકા કરવા લાગ્યા.

    આ પણ વાંચો: સોનું કે ચાંદી નહીં, 58 ફૂટ લાંબો bridge ચોરી ગયો આ ચોર! સવારે ખાલી પુલિયો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ

    પેન્ટ બનાવવા માટે લાલ રંગ બચ્યો ન હતો

    રિપોર્ટ અનુસાર મહિલાએ કહ્યું કે કેક બનાવવો તેનો શોખ છે પણ તેણે વધતી ઉંમરને લીધે ઘણાં સમયથી કેક બનાવવાનું છોડી દીધું છે. એવામાં જ્યારે દીકરીએ તેને સારી કેક બનાવવાની જિદ કરી તો તેણે નક્કી કર્યું કે હવે તે છેલ્લી કેક બનાવશે જે બહુ ફની હશે. જેકીએ વિચાર્યું હતું કે તે કેક પર શરાબના નશામાં ધૂત સેન્ટા બનાવશે પણ કેક બનાવતી વખતે તેણે જોયું કે લાલ કલર તો પૂરો થઈ ગયો છે. એટલે તે પેન્ટ ન બનાવી શકી અને ન્યુડ સેન્ટા બનાવી નાખ્યા.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, Christmas, Christmas celebration, OMG News, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन