Home /News /eye-catcher /Viral weird challenge : મગફળીના દાણાને નાકથી ધક્કો મારી 14,115 ફૂટ ઊંચા પર્વત પર પહોંચાડ્યો, જુઓ વીડિયો

Viral weird challenge : મગફળીના દાણાને નાકથી ધક્કો મારી 14,115 ફૂટ ઊંચા પર્વત પર પહોંચાડ્યો, જુઓ વીડિયો

વીડિયોમાંથી લીધેલી તસવીર

Viral Video : સિટી ઓફ મૈનીટો સ્પ્રિંગ્સની સરકારે બોબ સાલેમનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેને રેકોર્ડ રચતા જોઈ શકાય છે.

દુનિયામાં અજીબોગરીબ લોકોની સંખ્યા બહોળી છે. આ લોકો દરેકને આશ્ચર્ય થાય એવું કંઇક ને કંઇક કરતા જ હોય છે અને વિચિત્ર હરકતોના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા (social media) પર દરરોજ આવી ઘટનાઓ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને વધુ એક વિચિત્ર હરકત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક વ્યક્તિએ પોતાના નાકથી શિંગદાણાને ધક્કો મારીને હજારો ફૂટ ઊંચા પહાડ પર ચડાવી દીધો છે! આ વિચિત્ર ચેલેન્જ (weird challenge)થી લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

આ કારસ્તાન 53 વર્ષના બોબ સાલેમે કર્યું છે. તે અમેરિકામાં કોલોરાડો મૈનીટો સ્પ્રિંગ્સના રહેવાસી છે અને અત્યારે વિચિત્ર રેકોર્ડ તોડવાના કારણે ચર્ચામાં છે. તેણે વિચિત્ર ચેલેન્જ ઝીલીને મગફળીના દાણાને પોતાના નાકથી ધક્કો મારી હજારો ફૂટ ઊંચા પર્વતની ટોચ પર ધકેલી દીધો હતો. બોબ સાલેમ 21મી સદીમાં આવું કરનાર પ્રથમ વ્યક્તિ છે.

14,115 ફૂટ ઊંચાઈ સુધી મગફળીનો દાણો ધકેલ્યો

ફેસબુક પર સિટી ઓફ મૈનીટો સ્પ્રિંગ્સની સરકારે બોબ સાલેમનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેને રેકોર્ડ રચતા જોઈ શકાય છે. તેણે 9 જુલાઈના રોજ મગફળીના દાણાને નાકથી પિક્સ પીકની 14,115 ફૂટ ઊંચાઈ સુધી ધકેલવાનું મિશન શરૂ કર્યું હતું. પહાડની ટોચ પર પહોંચવામાં તેમને 7 દિવસનો સમય લાગ્યો હતો અને 15 જુલાઈના રોજ તે ટોચ પર પહોંચી ગયા હતા. આ તકે તેને શહેરના મેયરના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

શા માટે ખાસ પ્રસંગોએ બિછાવે છે Red carpet?

આ રેકોર્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે 9000થી વધુ વખત જોવામાં આવ્યો છે. અનેક લોકોએ આ રેકોર્ડ અંગે કૉમેન્ટ્સ કરી છે. જેમાં બોબના વખાણ કરવામાં આવ્યા છે.



ભૂતકાળમાં પણ સર્જાઈ ચુક્યા છે આવા રેકોર્ડ

વર્ષ 1976 માં ટોમ મિલર નામના વ્યક્તિએ આ અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મિલર 5 દિવસની અંદર મગફળીને પહાડની ટોચ પર લઈ ગયો હતો. 1929માં બિલ વિલિયમ્સે 22 દિવસમાં આ વસ્તુ કરી હતી અને ત્યાર પછી વર્ષ 1963માં એલિસાસ બેક્સ્ટરે આઠ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી

દર 5થી 10 મિનિટે રોકાવું પડ્યું

બોબ સાલેમે જણાવ્યું હતું કે, ગરમી અને અંધારાને કારણે ઘણી તકલીફ પડી હતી. મારે દર 5થી 10 મિનિટમાં રોકાવું પડતું હતું અને થોડા ફોટા લેવા પડતા હતા. તેમણે આખા અઠવાડિયામાં લગભગ બે ડઝન મગફળીનો ઉપયોગ કર્યો હતો. કેટલાક દાણા રસ્તામાં ખડકો વચ્ચેની તિરાડમાં પડી ગયા હોવાથી તે તેમને પાછો મેળવી શક્યો નહોતો.
First published:

Tags: OMG, Viral videos

विज्ञापन