દીવાલ પર ચોંટેલા દેડકાના પેટમાં થવા લાગી લાઇટ! Video જોઈ લોકો હેરાન

લાઇટવાળા દેડકાના વાયરલ વીડિયોને 8.74 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જાણો કુદરતી કમાલ પાછળનું કારણ

લાઇટવાળા દેડકાના વાયરલ વીડિયોને 8.74 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જાણો કુદરતી કમાલ પાછળનું કારણ

 • Share this:
  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર રોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Video Viral) થતા હોય છે. તેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે અને સૌનું ધ્યાન ખેંચે છે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક દેડકા (Frog)ને દીવાલ પર ચોંટેલો જોઈ શકાય છે. પરંતુ આ દેડકાએ લોકોનું ધ્યાન એટલા માટે ખેંચ્યું કારણ કે તેના પેટમાં લાઇટ થઈ રહી હતી.

  સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વીડિયોને જોઈ તમામ લોકો હેરાન છે. દરેક લોકો એવું વિચારી રહ્યા છે કે દેડકાના પેટમાં લાઇટ કેવી રીતે થાય છે. મૂળે, આ વીડિયો રાતનો છે. આ દેડકાએ રાતમાં આગીયાને ખાઈ લીધું હતું. જેથી આગીયું રાતના અંધારામાં ચમકે છે, તેથી દેડકાના પેટમાં પણ ગયા બાદ તે ચમકવા લાગ્યું. પરંતુ પહેલી નજરે તો એવું જ લાગી રહ્યું હતું કે તેના પેટમાં લાઇટ થઇ રહી છે.


  આ પણ વાંચો, લાવારિસ હાલતમાં મળી ઇનોવા કાર, દરવાજો ખોલતાં જ પોલીસકર્મીઓના ઉડી ગયા હોશ!

  આ પણ વાંચો, વિદેશમાં ઓનલાઇન આટલા હજારમાં વેચાઈ રહી છે ચોખાની બોરી, લોકોના ઉડ્યા હોશ

  ટ્વિટર પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8.74 લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો મોટી સંખ્યામાં આ વીડિયોને જોતાં જ તેને શૅર કરી રહ્યા છે. ટ્વિટર પર કેટલાક યૂઝર્સનું કહેવું છે કે તેઓએ આ પહેલા આવી કોઈ ઘટના જોઈ નથી. જોકે આ વીડિયો ક્યાંનો છે તેના વિશે કોઈ માહિતી મળી નથી શકી. આ વીડિયો 11 સપ્ટેમ્બરે ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: