જ્યારે ગોલ્ફના મેદાન પર બે મગરો કર્યું દ્વંદયુદ્ધ, Viral Video

News18 Gujarati
Updated: May 28, 2020, 5:09 PM IST
જ્યારે ગોલ્ફના મેદાન પર બે મગરો કર્યું દ્વંદયુદ્ધ, Viral Video
મગર

  • Share this:
અમેરિકા (US)ના સાઉન કેરોલિના (South Carolina)ના હિલ્ટન હેડ લેક ગોલ્ફકોર્સમાં થોડા સમય પહેલા બે મગરો (Alligators Fight) વચ્ચે જોરદાર લડાઇ થઇ. આ વાત ત્યારે બને જ્યારે કેટલાક ગોલ્ફર્સ અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમણે આ બે મગરોનું દ્વંદ યુદ્ધ જોઇને તેનો વીડિયો બનાવ્યો. અને સોશિયલ મીડિયા પર મૂક્યો જે ખૂબ જ વાયરલ થયો.

ધ સન નામના છાપા મુજબ ગોલ્ફકોર્સના 18માં ટી પાસે એક તળાવની પાસે બે મગરો એકબીજા સાથે લડાવવા લાગ્યા. આ યુદ્ધ કલાક સુધી ચાલ્યું. આ દરમિયાન ગોલ્ફ રમી રહેલા મૈથ્યૂ પ્રોફિટે કહ્યું કે પહેલા તો તેમની આંખોને વિશ્વાસ જ ના થયો કે આટલા મોટો બે પ્રાણીઓ તેમની આંખો સામે લડાઇ રહ્યા છે. ખરેખરમાં તેમની આ લડાઇને જોવી ખૂબ જ ખતરનાક અને ડરામણી હતી. લડતા લડતા બંને મગરોના ઝડબા એક બીજા સાથે ફસાઇ ગયા હતા.


હિલ્ટન ગોલ્ફ ક્લબમાં મગરોની આ લડાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી, ક્લબ લખ્યું કે અહીં સાચવીને રમો, પાર્કમાં અનેક જંગલી પ્રાણીઓ આવી ગયા છે. આ વીડિયો પર અનેક લોકોએ રિએક્ટ પણ કર્યું. જો કે મોટા ભાગની કોમેન્ટમાં લોકોને તે જાણવામાં સૌથી વધુ રસ હતો કે છેવટે કોણ જીત્યું. જો કે ક્લબે જણાવ્યું કે કેટલાક કલાકો આ રીતે લડાઇ કર્યા પછી બંને થાકીને પાણીમાં પાછા જતા રહ્યા હતા. આ વીડિયોને શેર કરતા અનેક ખેલાડીઓ લખ્યું કે ક્લબે અહીંની સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવું જોઇએ.
First published: May 28, 2020, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading