Home /News /eye-catcher /વાયરલ વીડિયો: બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી, વાળ પકડી લાફા ફટકાર્યા

વાયરલ વીડિયો: બે મહિલા સિંગર વચ્ચે મંચ પર જ છૂટા હાથની મારામારી, વાળ પકડી લાફા ફટકાર્યા

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Viral video: આ વાયરલ વીડિયોમાં બે મહિલા સિંગર વચ્ચે છૂટા હાથે મારામારી જોવા મળી રહી છે. લોકો આ વીડિયો જોઇને ખડખડાટ હસી રહ્યા છે અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર પણ કરી રહ્યા છે.

    અમદાવાદ: કોરોનાકાળના બે વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે નવરાત્રીના તહેવારની ઉજવણી થઇ રહી છે. યુવા હૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે. આ દરમિયાન ગરબા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળે છે, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં બે મહિલા સિંગર વચ્ચે છૂટા હાથે મારામારી જોવા મળી રહી છે. લોકો આ વીડિયો જોઇને ખડખડાટ હસી રહ્યા છે અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર પણ કરી રહ્યા છે.

    વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, મંચ પર બે મહિલા સિંગર પરફોર્મ કરી રહી છે. તેઓ મંચ પર સાથે ગીત ગાતી જોવા મળી રહે છે. આ દરમિયાન બન્ને વચ્ચે કોઇ બાબતે વિવાદ થતો જણાય છે. એક મહિલા સિંગર બીજી મહિલા સિંગરને ઇશારામાં કંઇક કહી રહી છે. જે બાદ તે મહિલા સિંગર ગુસ્સે ભરાય છે અને ગીત ગાતા ગાતા તેને ટસી રહે છે. અચાનક જ ગુસ્સે ભરાયેલી સિંગર તેની સાથીદારને જબરદસ્ત લાફો ઝીંકી દે છે.


    આ પણ વાંચો: પોલીસ વાન અને બાઇક વચ્ચે થયો ધડાકાભેર અકસ્માત

    વીડિયોમાં જોવા મળે છે કે, લાફો ફટકાર્યા બાદ બન્ને મહિલા કાબુ ગુમાવે છે અને એકબીજાના વાળ ખેંચીને લાફા વાળી કરે છે. આ દરમિયાન મંચ પર રહેલા લોકો તેમને દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ મહામહેનતે તેમને દૂર કરવામાં આવે છે. મંચ પર રહેલા લોકો તેમને સમજાવે છે. જોત-જોતામાં કાર્યક્રમમાં અખાડામાં ફેરવાઇ જાય છે. મંચ પર જ આવા મહિલા સિંગરો વચ્ચે છૂટા હાથે મારામારી થતાં ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. મારમારીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ખૂબ શેર પણ કરી રહ્યા છે. જોકે, આ ઘટના ક્યાંની અને ક્યારની છે તે અંગે કોઇ પુષ્ટિ થઇ શકી નથી.

    (નોંધ: આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ન્યૂઝ18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest viral video, Trending news, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन