ગીર સોમનાથ: સામાન્ય રીતે સાવજના હાથે ચડેલો શિકાર દબોચાઈ જતો હોય છે પરંતુ ગીરમાં ડાલમથ્થા સિંહ સામે ગાયે બહાદુરી બતાવી હતી. અહીં ગાયની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું હતું.
એક જાણકારી અનુસાર, ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરંતુ આ બંને સિંહને કદાચ ખબર નહોતી કે આ બહાદુર ગાયનો તેઓને સામનો કરવો પડશે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગીરના વનરાજાએ ગાય પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. તેમ છતાં ગાય હાર માનવા તૈયાર નથી. ઇજાગ્રસ્ત ગાયે પોતાનો જીવ બચાવવા હિમ્મતભેર સિંહ સામે બાથ ભીડી હતી.
બહાદુર ગૌમાતાએ શિંગડાના જોરે સાવજોને ઉભી પૂંછડીયે ભગાડ્યા હતા. આ જોતા સોરઠના કવિ ઝવેરચંદ મેઘાણીની કવિતા ચૌદ વરસની ચારણ કન્યા જરૂર યાદ આવે. જેમાં એક ચૌદ વરસની બાળકી સિંહને દોડાવી રહી છે. તેમ ગાયે પણ બે સિંહોને ભગાડીને પોતાનો જીવ બચાવ્યો હતો. ગાયે મોત સામે લડી બંને સિંહોને ભગાડ્યા હતા. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર