...જ્યારે પ્રેક્ટિસ દરમિયાન ફુટબૉલર પર ત્રાટકી વીજળી, જુઓ ભયાનક VIDEO

ફુટબૉલરે પહેરેલા મેટલ ગાર્ડ પર પડી વીજળી, મેદાન પર ઢળી પડ્યો પણ માંડમાંડ થયો બચાવ, હાલ કોમામાં

ફુટબૉલરે પહેરેલા મેટલ ગાર્ડ પર પડી વીજળી, મેદાન પર ઢળી પડ્યો પણ માંડમાંડ થયો બચાવ, હાલ કોમામાં

 • Share this:
  મૉસ્કોઃ રશિયા (Russia)માં મૉસ્કો (Moscow)ની નજીક આવેલા ઓરેખોવો-જુએવો (Orekhovo-Zuevo) શહેરમાં એક એવી દુર્ઘટના બની છે જે સામાન્ય રીતે જોવા નથી મળતી. અહીં ફુટબૉલ મેદાનમાં પ્રેક્ટિસ દરમિયાન એક 16 વર્ષના પ્લેયર પર આકાશીય વીજળી ત્રાટકી (Footballer is hit by lightning bolt). પ્લેયરને સમયસર હૉસ્પિટલ ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો પરંતુ હાલમાં તે કોમામાં જતો રહ્યો છે.

  Daily Mailમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ પ્લેયરની ગરદન પર વીજળી પડી જેના કારણે દાઝવાનું એક મોટું નિશાન પણ બની ગયું છે. આ 16 વર્ષના ફુટબૉલ પ્લેયરનું નામ ઇવાન જોકોર્સકી હોવાનું સામે આવ્યું છે. ઇવાન ટીમમાં ગોલકીપર તરીકે રમે છે પરંતુ જ્યારે વીજળી પડી ત્યારે પેનલ્ટી શૂટ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મળતી જાણકારી મુજબ, ફુટાબૉલની રમતમાં ગોલકીપર ચહેરાની ચારે તરફ સુરક્ષા માટે મેટલ ગાર્ડ પહેરે છે. ઇવાને પણ પ્રેક્ટિસ દરમિયાન તે પહેર્યું હતું અને વીજળી આ મેટલના પ્રોટેક્ટર પર જ પડી હતી. ડૉક્ટર્સનું કહેવું છે કે વીજળી પડ્યા બાદ પણ ઇવાન જ જીવતો રહ્યો તે ચમત્કાર જ છે.


  આ પણ વાંચો, OMG: પાણી પીવા નીચે ઉતર્યા અને ટાટા સૂમો પર આવીને પડ્યો મોટો ખડક, પછી...

  ઇવાન ફુટબૉલ ક્લબ જ્નામ્યા માટે રમે છે અને તે વિસ્તારનો ખૂબ લોકપ્રિય પ્લેયર છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જે સમયે ઘટના બની ત્યારે ન તો વરસાદ પડતો હતો અને ન તો હવામાન ખરાબ હતું. એવામાં અચાનક વીજળી પડવી ઘણું આશ્ચર્યમાં મૂકે એવું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

  આ પણ વાંચો, વેડિંગ ફોટોશૂટના ચક્કરમાં દરિયામાં વહી ગયા દુલ્હા-દુલ્હન, આવી રીતે બચ્યો જીવ  વીડિયોમાં પણ વીજળી પડતી જોવા મળી રહી છે. વીજળી પડ્યા બાદ ઇવાન ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈને પડી ગયો હતો અને તેના શ્વાસોશ્વાસ પણ બંધ થઈ ગયા હતા. ત્યારબાદ માઉથ ટૂ માઉથ શ્વાસ આપ્યા બાદ જ તેના શ્વાસ ફરી ચાલવાનું શરૂ થયું હતું. ઇવાનને હેલિકોપ્ટર દ્વારા મૉસ્કોની હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં હાલ તે કોમામાં છે.
  Published by:Mrunal Bhojak
  First published: