Home /News /eye-catcher /

Video: નથી અટકી રહ્યાં 'Maggi lovers' પર થતા અત્યાચાર, હવે બનાવાયા મેગી પરાઠા!

Video: નથી અટકી રહ્યાં 'Maggi lovers' પર થતા અત્યાચાર, હવે બનાવાયા મેગી પરાઠા!

નથી અટકી રહ્યાં 'Maggi lovers' પર થતા અત્યાચાર, હવે બનાવાયા મેગી પરાઠા!

Maggi Paratha Video: દેશમાં ઈન્સ્ટન્ટ ફૂડ (instant food)ની યાદીમાં કોઈ પ્રોડક્ટનું નામ સૌથી ઉપર આવે તો તે છે મેગી (Maggi), તેની સાથે થઈ રહેલા ઊંઘા-છત્તા એક્સપેરિમેન્ટ્સ (Experiments with Maggi) હવે મેગી પ્રેમીઓ (Maggi lovers)ની સહનશીલતાની બહાર જઈ રહ્યા છે.

વધુ જુઓ ...
  મેગીને ક્યારેક ફેન્ટા (Weird Food Experiments)સાથે રાંધવામાં આવે છે, તો ક્યારેક કોકા-કોલા સાથે. એટલું જ નહીં, લોકોએ દૂધની સાથે રાંધીને મેગીનો મિલ્ક શેક પણ બનાવી દીધો છે (Experiments with Maggi). આટલાથી મન નહોતું ભરાયુ તો હવે એક દુકાનદારે મેગીના સ્ટફિંગ સાથે મેગી પરાઠા (Maggi Paratha Video) પર માર્કેટમાં રજૂ કર્યો છે. જે હાલના સમયે વાયરલ થઈ ચૂક્યો છે.

  ઇન્ટરનેટ પર લોકોનો પારો ચઢાવવા વાળી તાજા પાણીની વાનગીઓની યાદીમાં મેગી પરાઠાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિષે સાંભળીને લોકોના દિલમાં બેસી જાય છે, તો વિચારો કે સ્વાદરસિયાઓનું શું થયું હશે? જો કે, તમને જણાવી દઈએ કે આ અજીબોગરીબ ડિશ ઈન્દોરના એક સ્ટ્રીટ વેન્ડરની ઈઝાદની છે, જે હાલમાં ઈન્ટરનેટ પર છવાયેલી છે.

  કેવી રીતે બનાવાયા આ પરાઠા?
  વાયરલ થઇ રહેલા વીડિયોમાં સ્ટ્રીટ વેન્ડર પહેલા સામાન્ય રીતે શાકભાજીથી મેગીને પકવે છે, પછી તેને સૂકવીને મેંદાના લોટના ભરે છે. પરાઠા ભર્યા બાદ તે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ પરોઠા નાખીને હાથથી જ ફેલાવે છે.

  આ પણ વાંચો: Video: Republic day પર 75 ફાઇટર જેટની ઉડાનથી આખી દુનિયામાં ભારતના વાગ્યો ડંકો

  દુકાનદાર લોટમાંથી નીકળતા મેગી પરાઠાને માખણથી રાંધે છે અને પછી તેના ટુકડા કરીને એક પ્લેટમાં મૂકી દે છે. એટલું જ નહીં પરાઠાની આ થાળીમાં મેગી પરાઠા, સબ્જી, રાયતા, ચટણી અને અથાણું પણ હાજર છે. આટલું બધું જોયા પછી, ચોક્કસ મેગીના દિવાના તેમનું માથું પકડી લેશે.


  View this post on Instagram


  A post shared by RJ Rohan (@radiokarohan)
  આ પણ વાંચો: Viral Video: લ્યો બોલો! હવે માર્કેટમાં આવી ગયા કોરોના વડા, ટ્વિટર પર વીડિયો થયો વાયરલ

  લોકોએ આપ્યા ગજબ રિએક્શન
  આ વીડિયોને ફૂડ બ્લોગર પ્રશાંત વિજયવર્ગીયે (Prashant Vijayvargiya) ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને રેડિયો જોકી રોહને પોતાની વોલ પર પણ શેર કર્યો છે. આ પરાઠાની રેસિપીને અત્યાર સુધી લગભગ 2700 લોકો પસંદ કરી ચૂક્યા છે, પરંતુ તેના પર જે કમેન્ટ્સ છે તે સૌથી રસપ્રદ છે. એક યુઝરે મેગીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, તો એક યુઝરે કહ્યું- આ શું જોઈ લીઘું? કેટલાક યુઝર્સે ટોણો મારતાં કહ્યું કે, તેમાં થોડા ફળ પણ નાખી જ દેતો.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Shocking Video, Street food, Viral videos, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन