Viral Video: કૂતરાને બાઇક પાછળ બાંધી કલાકો સુધી ઘસડતો રહ્યો ક્રૂર શખ્સ

Viral Video: કૂતરાને બાઇક પાછળ બાંધી કલાકો સુધી ઘસડતો રહ્યો ક્રૂર શખ્સ
કૂતરાને બચાવવાને બદલે લોકો વીડિયો ઉતારતા રહ્યા, પોલીસકર્મીનું ધ્યાન જતાં લીધાં આકરા પગલાં

કૂતરાને બચાવવાને બદલે લોકો વીડિયો ઉતારતા રહ્યા, પોલીસકર્મીનું ધ્યાન જતાં લીધાં આકરા પગલાં

  • Share this:
    બીજિંગઃ કૂતરાનું માંસ ખાવા માટે જાણીતા ચીન (China)માં પશુઓ પ્રત્યે હિંસાના પણ મામલા સતત સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો ચીનના સાઉથ-ઇસ્ટ પ્રોવિન્સ ફુજિયાનના શિશી શહેરમાં સામે આવ્યો છે. અહીં એક શખ્સ (Chinese motorcyclist) કૂતરાના એક નાના બચ્ચાને દોરડાથી બાઇક પાછળ બાંધીને કલાકો સુધી રસ્તા પર ઘસડતો રહ્યો અને લોકો આ સમગ્ર ઘટનાને વીડિયો (Viral Video) ઉતારવામાં જ લાગ્યા રહ્યા.

    ડેઇલી મેઇલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, આ બાઇકસવાર કૂતરાને પાળવા માટે ઘરે લઈ જવા માંગતો હતો પરંતુ જ્યારે તેણે કૂતરાને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ભાગવા લાગ્યો. ત્યારબાદ આ શખ્સને ગુસ્સો આવી ગયો અને તેણે આ નાના કૂતરાના બચ્ચાને દોરડાના સહારે બાઇકથી બાંધી દીધું અને રસ્તા પર ઘસડીને લઈ જવા લાગ્યો. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ શખ્સની ક્રૂર હરકતને રોકવાને બદલે લોકો મોબાઇલ ફોનથી ઘટનાનો વીડિયો ઉતરવામાં મગ્ન રહ્યા. આ દરમિયાન આ બાઇકસવારે કલાકો સુધી કૂતરાના બચ્ચાને શહેરના રસ્તાઓ પર ઘસેડ્યું.




    આ પણ વાંચો, દીકરાએ માંગી Cycle, તો પિતાએ જુગાડથી ઘરે બેઠા બનાવી દીધી Scooter જેવી દેખાતી સાઇકલ

    પોલીસે બાઇકસવારની કરી ધરપકડ

    જોકે, બાદમાં એક પોલીસકર્મીની નજર આ શખ્સ પર પડી અને તેને પહેલા તો કૂતરાના બચ્ચાને આ ક્રૂરતાથી મુક્ત કરાવ્યું અને બાદમાં આ શખ્સની ધરપકડ કરી લીધી. પોલીસકર્મી કૂતરાને ડૉક્ટર પાસે લઈ ગયો જ્યાં હાલ તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો, આ ટ્રેનની ટિકિટ છે 18 લાખ રૂપિયા, લોકોને મળે છે શાહી ઠાઠ

    બાઇકસવારની ઓળખ 48 વર્ષીય વૂ કે રૂપે થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે જ્યાં લોકો આ શખ્સની ઘણી ટીકા કરી રહ્યા છે. વૂની ધરપકડ કરી લેવામાં આવી છે અને ચીનના કાયદા મુજબ તેને 3 વર્ષ જેલની સજા થઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:August 26, 2020, 08:56 am