નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media) પર એક કૂતરાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. એક કૂતરાએ સ્ટેચ્યૂ બનવાની જોરદાર એક્ટિંગ કરી. તેને જોઈને તમને પણ લાગશે કે આ સ્ટેચ્યૂ છે. પરંતુ જ્યારે વીડિયો પ્લે કરીને જોશો તો તમારી આંખો પહોળી થઈ જશે. જાપાનના એક મૂર્તિકાર Mio Hashimotoએ પોતાના પાળેલા કૂતરા Tsukiનો એક વીડિયો શૅર કર્યો જેમાં તે કૂતરાઓના સ્ટેચ્યૂ પાસે જઈને તેમની જેમ જ સ્ટેચ્યૂની જેમ ઊભો રહી ગયો.
હાશિમોતોએ પોતાના ટ્વિટર ફોલોઅર્સને પોતાના વર્કપ્લેસની એક ઝલક દર્શાવી. જ્યાં બિલાડી, કૂતરા, સસલાં અને લામાની સ્ટેચ્યૂ એક બીજાની બાજમાં મૂકવામાં આવ્યા હતા. આ લાકડાની પ્રતિકૃતિઓની વચ્ચે ત્સૂકી પણ ઊભો હતો. તે પણ ચૂપચાપ રીતે કે પહેલી નજરે જોતાં સમજી ન શકાય છે સ્ટેચ્યૂના જથ્થામાં એક અસલી કૂતરું પણ છે.
આ વીડિયોને 8 ઓગસ્ટે શૅર કરવામાં આવ્યો હતો, જેના અત્યાર સુધી 6 મિલિયન વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથોસાથ 5 લાખથી વધુ લાઇક્સ અને લાખથી વધુ રિ-ટ્વિટ થઈ ચૂક્યો છે. લોકો કૂતરાના ખૂબ વખાણ કરી રહ્યા છે. બીજી તરફ અનેક લોકોએ મૂર્તિકારના પણ વખાણ કર્યા.
એક યૂઝરે લખ્યું કે, મૂર્તિઓ જોવામાં કેટલી અસલી લાગી રહી છે. હું પારખી જ ન શક્યો કે કઈ નકલી છે. એક અન્ય યૂઝરે લખ્યું કે, ખરેખર શાનદાર કામ કર્યું તમે. ખૂબ સુંદર લાગે છે મૂર્તિઓ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર