Home /News /eye-catcher /

Viral Video : તાળા વગર જ દરવાજો થશે લોક, લોકોએ ડિઝાઇનના કર્યા ભરપૂર વખાણ

Viral Video : તાળા વગર જ દરવાજો થશે લોક, લોકોએ ડિઝાઇનના કર્યા ભરપૂર વખાણ

OMG News : વીડિયોમાં દેખાતી કડી ખૂબ જ સામાન્ય અને ખાસ છે કારણ કે તેને ખોલવાની અને બંધ કરવાની રીત સામાન્ય હોવાની સાથે સાથે સ્વદેશી પણ છે

OMG News : વીડિયોમાં દેખાતી કડી ખૂબ જ સામાન્ય અને ખાસ છે કારણ કે તેને ખોલવાની અને બંધ કરવાની રીત સામાન્ય હોવાની સાથે સાથે સ્વદેશી પણ છે

    ઘરે મારવામાં આવતા તાળા પણ અલગ-અલગ પ્રકારના હોય છે. હવે તો તે આધુનિક થઈ ચૂક્યા છે. સંસાધનોની કોઈ કમી ન હોય તો તેને સંપૂર્ણ ડિજિટલ અને મોબાઈલ એપ સંચાલિત પણ બનાવવામાં આવે છે અને જો કોઈ અછત હોય તો તેને ઓછામાં માત્ર બંધ કરવાનો હેતુ પૂરો થાય એ રીતે બનવવામાં આવે છે. આવું જ એક તાળું કે દરવાજો બંધ કરવાની સરળ રીત (Simple trick to close door) સોશિયલ મીડિયા પર હમણાં ચર્ચામાં છે.

    ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ એરિક સોલહેમ ટ્વિટર પર ઘણી વાર અનોખી શોધ વિશેના વીડિયો (invention videos) શેર કરતા રહે છે, પરંતુ તાજેતરમાં તેમણે એક વીડિયો (simple door lock viral video) પોસ્ટ કર્યો છે જેમાં એક આવિષ્કાર તો છે પરંતુ તે એકદમ સામાન્ય છે. તેમ છતાં લોકોને તે ખાસ લાગી રહયું છે અને ખુબ વખાણ કરી રહ્યા છે.

    દરવાજા બંધ કરવાની અનોખી ડિઝાઇન

    વીડિયોમાં દરવાજો બંધ કરવા માટે એક કડી બતાવવામાં આવી છે. ઘરોમાં દરવાજ પાર એક નોબ લગાવેલ હોય છે. તેને ફેરવવાથી દરવાજો ખુલે છે અને બંધ થાય છે. ઘણી વખત જો તમે ચાવી લીધા વગર ઘરની બહાર નીકળો અને દરવાજો પાછળથી બંધ હોય તો તે નોબ ખુલતી નથી અને આવી સ્થિતિમાં તમારી પરેશાનીઓ વધી જાય છે.

    અનેક બીમારીઓના ઈલાજ માટેની દવા છે આ જાદુઈ છોડ

    પરંતુ વીડિયોમાં દેખાતી કડી ખૂબ જ સામાન્ય અને ખાસ છે કારણ કે તેને ખોલવાની અને બંધ કરવાની રીત સામાન્ય હોવાની સાથે સાથે સ્વદેશી પણ છે. દરવાજામાં લોખંડનો સળિયો છે અને દરવાજાની ફ્રેમ પર ગોળ બંગડી જેવી રચના છે. તે ગોળાકારને સળિયાની સામે મુકતા, દરવાજો મજબૂત રીતે બંધ થઈ રહ્યો છે અને તેને થોડો ઊંચકવાથી તે ખુલી જાય છે. જ્યારે તમે આ વીડિયો જોશો, ત્યારે તમે આ પદ્ધતિને વધુ સારી રીતે સમજી શકશો.



    આ વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયાઓ

    આ વીડિયોને બેસ્ટ એન્જિનિયરિંગ વીડિયોઝ નામના એકાઉન્ટ દ્વારા રિટ્વીટ કરવામાં આવ્યો છે અને તેને 15 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એકે કહ્યું કે તે સરળ છે પરંતુ ખૂબ જ ચાલાકીથી બનાવવામાં આવ્યું છે. જયારે એકે ટ્વીટ કરીને કહ્યું કે આ વિચાર અદ્ભુત છે. જ્યારે એક વ્યક્તિએ કહ્યું કે આ ડિઝાઇન વિદેશીઓને આશ્ચર્યચકિત કરશે. એક વ્યક્તિએ વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે જો આ જેલનો દરવાજો હોય તો કેદી સરળતાથી હાથ લગાવીને તેને ખોલી શકે છે.
    First published:

    Tags: OMG VIDEO, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन