Home /News /eye-catcher /Video: શિક્ષક એવી રીતે બાળકોને શીખવી રહ્યા છે મૂળાક્ષરો કે ક્યારેય નહીં ભૂલે, નેટિજન્સે વખાણી ક્રિએટીવિટી

Video: શિક્ષક એવી રીતે બાળકોને શીખવી રહ્યા છે મૂળાક્ષરો કે ક્યારેય નહીં ભૂલે, નેટિજન્સે વખાણી ક્રિએટીવિટી

શિક્ષકને સલામ

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક શાળાના શિક્ષકે બાળકોને હિન્દી મૂળાક્ષરો શીખવવાની આવી અનોખી રીત શોધી કાઢી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે - 'શીખવવાની સરસ રીત, સારા ગુરુજી.'

    કહેવાય છે કે વિદ્યાર્થીના ભવિષ્ય (Students Future)ને ઉજ્જવળ બનાવવામાં એક સારો શિક્ષક (Teacher) મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તેઓ વિદ્યાર્થીઓને સખત મહેનત અને ખંતથી કામ કરવા માટે પ્રેરિત કરતા રહે છે. તેમાં પણ નાના બાળકોને ભણાવવું સરળ કામ નથી. માતા-પિતાથી લઈને શાળાના શિક્ષકો સુધી તેઓ તેમને શીખવવા માટે કોઈને કોઈ અનોખી રીત શોધતા રહે છે. હાલ સોશિયલ મીડિયા પર એક ટીચરનો વિડીયો (Viral Video of teacher on Social Media) ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની ભણાવવાની સ્ટાઇલ (Unique Teaching Style) ખૂબ જ અલગ અને ખાસ લાગી રહી છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે શિક્ષકે બાળકોને હિન્દીના મૂળાક્ષરો શીખવવા માટે એક એવી અનોખી રીત (teacher prepare song for teaching kids hindi alphabets) શોધી છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે- ‘વાહ ગુરૂજી, ભણાવવાની શું સુંદર રીત શોધી છે’.

    શું છે વાયરલ ક્લિપમાં?

    વાયરલ થઇ રહેલી આ ક્લિપમાં કંઇક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યારે બાળકોને હિન્દીના મૂળાક્ષરો યાદ રાખવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું. તો ગુરુજીએ કોઈ એવી રીત શોધી કાઢી કે જેમાં બાળકો સરળતાથી મૂળાક્ષરો શીખી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અભ્યાસનો આનંદ પણ માણી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ગુરુજી ખૂબ જ મજેદાર અંદાજમાં બાળકોને હિન્દી મૂળાક્ષર શીખવી રહ્યા છે. વિડીયોમાં ગુરુજી દરેક અક્ષરને શીખવવા માટે એક ખાસ પ્રકારની લાઈન ગાતા નજરે આવે છે, અને બાળકો પણ પાછળથી તે લાઇનો બોલી રહ્યા છે.



    ટ્વિટર પર @Ankitydv92 નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોને લોકોને વખાણી રહ્યા છે. વિડીયો શેર કરનાર યુઝર અંકિત યાદવ લખે છે, "ગુડ ગુરુજી. શીખવવાની આ કેવી સરસ રીત છે. 45 સેકન્ડની આ ક્લિપ ટ્વિટર પર ખૂબ ધમાલ મચાવી રહી છે. આ સમાચાર લખતા સમયે આ વિડીયોને 4.2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 21 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ વ્યૂઝની સંખ્યા ઝડપથી વધી રહી છે. સાથે જ વિડીયો જોયા બાદ અનેક લોકોએ ફની અંદાજમાં રિએક્શન આપ્યું છે.

    નેટીઝન્સ ગુરુજીની ભણાવવાની રીતની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, "આને ઇનોવેટિવ ટીચર કહેવામાં આવે છે. તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "વાહ ગુરુજી વાહ! આવી રીતે તો, બાળકો ક્યારેય હિન્દી મૂળાક્ષરો ભૂલી શકશે નહીં. અન્ય એક યુઝરે લખ્યું, "વાહ! બાળકોને શીખવવાની આ કેવી સુંદર રીત છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: OMG VIDEO, વાયરલ વીડિયો

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन