આવો જુગાડ! તૂટેલા વોશબેસિનને મેગી ભરી કર્યુ રિપેર

આ વાયરલ વીડિયોમાં એક માણસ મેગીથી તેના ઘરમાં એક તૂટેલુ વોશબેસિન જોડી રહ્યો છે.

News18 Gujarati
Updated: May 16, 2019, 12:11 PM IST
આવો જુગાડ! તૂટેલા વોશબેસિનને મેગી ભરી કર્યુ રિપેર
આ વાયરલ વીડિયોમાં એક માણસ મેગીથી તેના ઘરમાં એક તૂટેલુ વોશબેસિન જોડી રહ્યો છે.
News18 Gujarati
Updated: May 16, 2019, 12:11 PM IST
કેટલાક લોકો કોઈપણ ખરાબ કામને સુધારવા માટે જુગાડનો ઉપાય કરે છે. ક્યારેક તેનું કામ વધુ ખરાબ થાય છે, પરંતુ કેટલીક વાર તો એવું થાય છે કે મિસાલ બની જાય છે. આવો જ જુગાડનો એક વીડિયો વાયરલ થયો છે. આજકાલ ભાગ્યે જ કોઈ એવું હશે જે મેગી ખાતું ન હોય. ભોજનમાં ઝડપથી કંઇક બનાવવું હોય, તો સૌ પ્રથમ તો મેગીનું નામ જ ધ્યાનમાં આવે છે. પરંતુ ક્યારેક તમે વિચાર્યું છે કે મેગી અન્ય કામમાં પણ આવી શકે છે, નહીં ને તો જાણો અહીં.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક માણ મેગી થી એવું કામ કરી રહ્યો છે કે તમે સપનામાં પણ વિચાર્યુ નહીં હોય, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આ વ્યક્તિ નૂડલ્સ સાથે તેમના ઘરનું તૂટેલું વોશબેસિન જોડી રહ્યો છે.

એટલું જ નહીં, તે તેના માટે રાંધેલી મેગી નહીં પરંતુ કાચી મેગીનો ઉપયોગ કરે છે. આ વાયરલ વીડિયો બતાવે છે કે વોશબેસિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ તૂટેલા ભાગમાં માણસ મેગી ભરે છે. ત્યારબાદ તેમાં મસાલા અને ગુંદર જેવું કંઈક મૂકે છે.

ત્યારબાદ તે કાપીને વોશબેસિનનો આકાર આપે છે અને બરાબર સમા બનાવે છે. બાદમાં તેને પૂરી રીતે વોશબેસિનના તૂટેલા ભાગને યોગ્ય રીતે સાફ કરીને સરખું કરે છે. ત્યારબાદ તેમા વ્હાઇટ પેઇન્ટ કરે છે. પેઇન્ટ કર્યા બાદ એવું લાગતું નથી કે વોશ બેસિન પહેલા તૂટી ગયું હશે.વીડિયોને મારિયા ફર્નાન્ડીઝ ઇન્ટિરિયરએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, ત્યારબાદ ટ્વિટર પર શેર કર્યો.
Loading...
આ વીડિયોમાં અલગ-અલગ ટિપ્પણીઓ આવી રહી છે. આમાં, એક મહિલાએ પૂછ્યું છે કે શા માટે તેને મેગી સાથે મસાલા ઉમેર્યા. એક યૂઝરે પણ કહ્યું છે કે જો તેને સિંક પકડી લીધી તો તે તૂટી જશે. એક યૂઝરે કહ્યુ કે તેમા તો કીડીઓ આવી જશે.
First published: May 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...