સાપે જે રીતે પિતા પર હુમલો કર્યો હતો તેવી રીતે જ વર્ષો પછી પુત્રને પણ બનાવ્યો શિકાર, જુઓ Video

News18 Gujarati
Updated: July 13, 2020, 5:43 PM IST
સાપે જે રીતે પિતા પર હુમલો કર્યો હતો તેવી રીતે જ વર્ષો પછી પુત્રને પણ બનાવ્યો શિકાર, જુઓ Video
સ્ટીવ ઇરવિન અને તેનો પરિવાર

રોબર્ટે પિતા સ્ટીવના એક પ્રોગ્રામનો શૂટિંગ પણ આ પોસ્ટમાં શેર કર્યો છે.

  • Share this:
જો કોઇ ઘટના પહેલા પણ થઇ ચૂકી હોય અને બિલકુલ તેવી રીતે જ તે ફરીથી થાય તો તે ઘટનાને અંગ્રેજીમાં દેઝાવુ (Deja Vu) કહેવાય છે. આ રીતનું જ એક દેજાવૂ ઓસ્ટ્રેલિયા વાઇલ્ડલાઇફ કંજર્વેશનિસ્ટ સ્ટીવ ઇરવિન (Steve Irwin)ના 16 વર્ષીય પુત્ર રોબર્ટ ઇરવિન (Robert Irwin)ની જોડે પણ બન્યું છે. હાલમાં રોબર્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો નાખ્યો છે જેમાં સાપ તેમની પર તે રીતે જ હુમલો કરે છે જે રીતે આજથી 14 વર્ષ પહેલા એક સાપે તેમના પિતા પર કર્યો હતો. સ્ટીવની મોત 2006માં એક શૂટિંગ દરમિયાન સ્ટિંગરે માછલીના હુમલાના કારણે થઇ હતી.

રોબર્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક પાયથન વિષે જાણકારી આપે છે. પણ આ દરમિયાન સાપ વળીને તેમના ચહેરા પર બટકું ભરે છે. અને તેમાંથી લોહી પડવા લાગે છે. સારી વાત એ હતી કે આ સાપ કોઇ ઝેરીલો સાપ નહતો માટે ચિંતાની કોઇ વાત નથી. પણ 14 વર્ષ પહેલા આવી જ એક ઘટના તેના પિતા સાથે પણ થઇ હતી. રોબર્ટે પિતા સ્ટીવના એક પ્રોગ્રામના શૂટની પણ આ પોસ્ટમાં શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રોબર્ટ પણ પિતાની જેમ જ ખાલી 6 વર્ષની ઉંમરથી વાઇલ્ડલાઇફ કંજર્વેશનિસ્ટ અને એનીમલ રેસ્ક્યૂઅર તરીકે કામ કરી રહ્યો છે. અને તે અનેક જાણીતા શોમાં ભાગ લઇ ચૂક્યો છે. અને તે હંમેશા જંગલી પ્રાણીઓ વિષે જાગૃતતા ફેલાવતો રહે છે. આ વીડિયોમાં તેણે સાંપ વિષે અનેક ભ્રમણા દૂર કરતી જાણકારી આપી હતી.

વધુ વાંચો : કોણ છે તે શાહી પરિવાર? જે બનશે દેશના સૌથી પૈસાદાર મંદિરનો કેરટેકર

રોબર્ટનું માનવું છે કે સાપો વિષે અનેક ખોટી જાણકારીઓના કારણે લોકો તે ઝેરીલો હોય કે ના હોય તેને દેખીને જ તેને મારી નાંખે છે. આ વીડિયોને લાખો લોકો અત્યાર સુધી જોઇ ચૂક્યા છે.

અને કૉમેન્ટમાં અનેક લોકોએ તેવું પણ લખ્યું છે કે તું બિલકુલ તારા પિતા જેવો જ લાગે છે.
Published by: Chaitali Shukla
First published: July 13, 2020, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading