થીજી ગયેલી નદીમાં ફસાયો Dog, પોલીસે બહાદુરીથી બચાવ્યો પ્રાણીનો જીવ, દિલ જીતી લેશે આ Video
થીજી ગયેલી નદીમાં ફસાયો Dog, પોલીસે બહાદુરીથી બચાવ્યો પ્રાણીનો જીવ, દિલ જીતી લેશે આ Video
બહાદુરી સાથે રેસ્ક્યુ ટીમે Dogનો જીવ બચાવ્યો
અમેરિકાના મિશિગન (Michigan, America)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શ્વાન તેના માલિક સાથે ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તે અચાનક નદી તરફ દોડ્યો અને ખૂબ જ ઠંડી ડેટ્રોઇટ નદી (Detroit river)માં કૂદી પડ્યો. તેનો બચાવ કરતો વીડિયો વાયરલ (Dog Rescue) થઈ રહ્યો છે.
માણસ હોય કે પશુ, વૃક્ષ હોય કે છોડ કે પક્ષી, જેમાં જીવ હોય તેના જીવનની કિંમત અમૂલ્ય છે. નાનામાં નાના અને મોટા જીવોને આ પૃથ્વી પર રહેવાનો માણસ જેટલો જ અધિકાર છે. ઘણી વખત મનુષ્ય પ્રાણીઓને દુઃખ પહોંચાડે છે, પરંતુ દુનિયામાં એવા ઘણા દિલ છે જે પ્રાણીઓ (animal safety)ની રક્ષા માટે પોતાના જીવ પર રમતા રમી જતાં હોય છે. તાજેતરમાં જ અમેરિકા (america news)માં આવો જ એક નજારો જોવા મળ્યો જ્યારે પોલીસકર્મીઓ એક નિર્દોષ કૂતરા (Rescue team save dog from frozen river video)ને ઠંડીથી બચાવવા માટે થીજી ગયેલી નદીમાં કૂદી પડ્યા.
અમેરિકાના મિશિગન (Michigan, America)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શ્વાન તેના માલિક સાથે ફરવા માટે બહાર ગયો હતો ત્યારે તે અચાનક નદી તરફ દોડ્યો અને ખૂબ જ ઠંડી ડેટ્રોઇટ નદી (Detroit river)માં કૂદી પડ્યો. આ પછી, ડોગ કોઈક રીતે બરફના મોટા ટુકડા પર ચઢવામાં સફળ રહ્યો, પરંતુ તે ટુકડો વહી ગયો અને નદીની મધ્યમાં પહોંચ્યો, ત્યારબાદ વાયંડોટ્ટે પોલીસ વિભાગે ડોગને બચાવવા માટે બચાવ કામગીરી શરૂ કરી.
રેસ્ક્યુ ટીમે ડોગને બચાવ્યો
પોલીસ, ફાયર ફાઈટર વિભાગ અને એનિમલ કંટ્રોલ વિભાગે મળીને આ કામગીરી હાથ ધરી હતી. વીડિયોમાં જોવા મળે છે (police save dog from river viral video) કે કૂતરો બરફના ટુકડા પર બેસીને ઠંડીથી ધ્રૂજી રહ્યો છે. બીજી તરફ રેસ્ક્યુ ટીમનો એક જવાન પાણીમાં ઊભો જોવા મળી રહ્યો છે.
તે એક લાકડી વડે કૂતરાના પટ્ટાને પકડવાનો પ્રયાસ કરે છે અને તેના હાથમાં પટ્ટો આવે કે તરત જ તે તેને ખેંચે છે અને પછી સીડીની મદદથી હોડી પરના તેના સાથીઓને આપે છે. તે પછી કૂતરાની સંભાળ શરૂ થાય છે.
આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
તમને જણાવી દઈએ કે વીડિયોને 20 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે 100થી વધુ લોકોએ કમેન્ટ પણ કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે રેસ્ક્યુ ટીમે શાનદાર કામ કર્યું, ખુશી છે કે કૂતરો બચી ગયો. એકે લખ્યું છે કે આવા વધુ લોકોને આ વિભાગોમાં નોકરી આપવામાં આવે જેથી તેઓ નિર્દોષ પ્રાણીઓનો જીવ બચાવી શકે. મોટાભાગના લોકોએ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ ભવિષ્યમાં પણ આવા પ્રાણીઓની મદદ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર