અમેરિકાનામાં જોવા મળ્યો દુર્લભ 'Fire Tornado', હવામાં લાગી આગ

News18 Gujarati
Updated: August 18, 2020, 11:11 AM IST
અમેરિકાનામાં જોવા મળ્યો દુર્લભ 'Fire Tornado', હવામાં લાગી આગ
દુર્લભ ચક્રવાત

ખૂબ જ દુર્ભલ મનાતું ફાયર ટૉર્નેડોનો વીડિયો જુઓ અહીં

  • Share this:
કોરોના સંક્રમણ (Coronavirus)ની માર સહન કરી રહેલા અમેરિકા (US)ના જંગલોમાં હાલ આગ લાગેલી છે. અમેરિકાના કેલિફોર્નિયા (Northern California) રાજ્યમાં આવી જ એક આગ વચ્ચે દુર્લભ ફાયર ટૉર્નેડો (Fire Tarnado) નજરે પડ્યો છે. અહીંના લૉયલ્ટન (Loyalton) વિસ્તારમાં જંગલોમાં આગના કારણે એક વિશેષ ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અને તે પછી ખૂબ જ દુર્ભલ મનાતા ફાયર ટૉર્નેડો નજરે પડ્યું હતું. આ ચક્રવાતમાં હવામાં ચક્રવાત સાથે આગ લાગે અને જ્યાં આગની ગરમી અને આગનો ધુમાડો ચક્રવાતની હવાને પોતાની સાથે જોડી દે છે.

આટ આટલી મુસીબતો જોયા પછી હવે લોકો કહી રહ્યા છે કે 2020માં હવે ખાલી એલિયન્સ જ જોવાના બાકી રહ્યા છે. US ટુડેની રિપોર્ટ મુજબ ઉત્તરી કેલિફોર્નિયામાં જે ભીષણ આગ લાગી તેની પાછળ આ ફાયર ટોર્નેડો જ જવાબદાર છે. સીનિયર મીટ્રિયોલોજિસ્ટ ડૉન જૉનસને જણાવ્યું કે તેને ફાયરનેડો પણ કહેવાય છે અને આવું ખૂબ જ વિષમ હવામાનની પરિસ્થિતમાં સંભવ થાય છે.  અને તે પૂરી રીતે આગ પર ભાર આપે છે. અને તે તેના રસ્તામાં આવતી દરેક વસ્તુને બાળી નાંખે છે. ફાયરફાઇટર્સની એક ટીમ તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના માટે પણ આ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું હતું.


જૉનસને જણાવ્યું કે આ રીતના ફાયર ટોર્નેડા આગને 30 હજાર ફીટ ઉપર આકાશ સુધી પહોંચાડી દે છે. અને તે સમયે 10 મીલી પ્રતિ કલાકની સ્પીડે હવાઓ ચાલે છે. જે વધીને 135 મીલ સુધી જઇ શકે છે. તેમણે જણાવ્યું કે 2018માં કેલિફોર્નિયામાં ફાયર ટોર્નેડા જોવામાં આવ્યો હતો. જે 165 મીલી પ્રતિ કલાકની સ્પીડે સફર કરી રહ્યો હતો.

આ વર્ષે આ આગે હજી સુધી લોયલ્ટનમાં 20 હજાર એકર જંગલને બાળીને ખાખ કર્યા છે. અને આ ફાયર ટોર્નેડાથી આ ભીષણ આગ, તાપમાન અને હવાને ઝડપથી ગતિ મળવાથી ઉદ્ધભવે છે.
Published by: Chaitali Shukla
First published: August 18, 2020, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading