અજગરના ભરડામાં હતું હરણ, શખ્સે આ રીતે બચાવ્યો જીવ, Video વાયરલ

News18 Gujarati
Updated: June 3, 2020, 10:43 AM IST
અજગરના ભરડામાં હતું હરણ, શખ્સે આ રીતે બચાવ્યો જીવ, Video વાયરલ
ટ્વિટર યૂઝરે વીડિયો શૅર કરીને લખ્યું કે, શું આ વ્યક્તિએ યોગ્ય કામ કર્યું?

ટ્વિટર યૂઝરે વીડિયો શૅર કરીને લખ્યું કે, શું આ વ્યક્તિએ યોગ્ય કામ કર્યું?

  • Share this:
નવી દિલ્હીઃ અજગર (Python) હરણ (Deer)ને ગળી ગયું હોય એવા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર વાયરલ (Viral Video) થતા રહ્યા છે. પરંતુ તાજેતરના વીડિયોમાં અજગરના ભરડામાં ફસાયેલા હરણને એક વ્યક્તિ કેવી રીતે બચાવે તેવુ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે અજગરે હરણને ભરડામાં લઈ લીધું હતું તે સમયે રસ્તે પસાર થતા એક વ્યક્તિની નજર તેની પર પડે છે અને તે અજગરના ભરડામાંથી હરણને બચાવવામાં સફળ રહે છે.

આ વીડિયોને વિનીત વશિષ્ટ નામના એક ટ્વિટર યૂઝરે શૅર કર્યો છે. વિનીતે વીડિયોની સાથે લખ્યું કે, શું આ વ્યક્તિએ યોગ્ય કામ કર્યું?

વીડિયોને અત્યાર સુધી એક લાખથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે અને એક હજારથી વધુ લાઇક્સ મળી છે. અનેક યૂઝરે વીડિયોને જોઈ કોમેન્ટ પણ કરી રહ્યા છે.


આ પણ વાંચો, ભારતમાં મળી ખૂબ દુર્લભ ઝેરી માછલી, કાચંડાની જેમ બદલે છે રંગ

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે અજગર હરણને ભરડામાંથી મુક્ત નથી કરતો તો એક ડાળીની મદદગી તેને ભગાડવાનો પ્રયાસ કરે છે. શિકારને જતો જોઈ અજગર ચીડાઈ તે વ્યક્તિ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાદમાં અજગર હરણને મુક્ત કરી ત્યાંથી ભાગી જાય છે.

આ પણ વાંચો, 5 KM/સેકન્ડની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે ઉલ્કા પિંડ, NASAનું અલર્ટ

Poll:

First published: June 3, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading