Social Media Viral Video: સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વાયરલ વીડિયો (Viral Video) સામે આવતા હોય છે. સાપો સાથે જોડાયેલા આ વીડિયો સામે આવે છે, પરંતુ હાલમાં ઇન્ટરનેટ (Internet) પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વિશાળકાય એનાકોન્ડા (Anaconda Viral Video) રસ્તો પાર કરવા લાગે છે તો લોકોએ પણ ટ્રાફિક રોકી દીધો. તમામ વાહનો ત્યાં સુધી ઊભા રહ્યા જ્યાં સુધી એનાકોન્ડાએ રોડ ક્રોસ ન કરી દીધો. આ વીડિયોને જોયા બાદ તમે પણ માનવતાના વખાણ કરતા થાકશો નહીં.
એનાકોન્ડાએ કોઈની પર હુમલો ન કર્યો
ઇન્સ્ટાગ્રામ પર વાયરલ આ વીડિયો (Instagram Viral Video)ને અઢી લાખથી વધુ લોકોએ જોયો છે. તેમાં જોઈ શકાય છે કે વિશાળકાય એનાકોન્ડા રસ્તો પાર (Anaconda Road Crossing) કરી રહ્યો છે. એવામાં લોકોએ પોતાના વાહનો (Vehicles) ઘણે દૂર જ રોકી દીધા. એનાકોન્ડાને રસ્તો પાર કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ કોઈએ વાહન આગળ ન વધાર્યુ. કેટલાક લોકો એનાકોન્ડા (Anaconda)ની ખૂબ નજીક જઈને વીડિયો પણ ઉતારવા લાગ્યા, પણ તેણે કોઈની પર હુમલો ન કર્યો. લોકો સુરક્ષિત અંતરથી એનાકોન્ડાને રસ્તો પાર કરતા જોતા રહ્યા.
આ વાયરલ વીડીયો (Social Media Viral Video)ને જોયા બાદ લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, જોઈને સારું લાગ્યું કે લોકો જાનવરોની મદદ કરી રહ્યા છે. બીજા એક યૂઝરે લખ્યું કે, ખૂબ આભાર કે આ સુંદર સાપને માર્યો નહીં. આ વીડિયો બ્રાઝીલ (Brazil Anaconda Viral Video) નો હોવાનું કહેવાય છે.
અન્ય એક અહેવાલમાં પોતાના ડોગીનો જીવ બચાવવા યુવાને એનકોન્ડા (Anaconda) સાથે પણ બાથ ભીડી હોવાનું જાણવા મળે છે. બ્રાઝિલ (Brazil)માં લાયન નામનો પાલતુ કૂતરો (Dog) તળાવના કિનારે પાણી પીતો હતો ત્યારે એનાકોન્ડાએ લાયન પર હુમલો (Anaconda attack on dog) કર્યો હતો. પરંતુ સદભાગ્યે પોતાના પાલતુ ડોગીને બચાવવા કાર્લિનહોસ ત્યાં આવી ગયો અને તેણે વિશાળ સાપના જડબામાંથી કૂતરાને બહાર ખેંચી લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર