ઝોમાટો ડિલિવરી બૉયનો વીડિયો વાયરલ, તમારા ચહેરા પર પણ આવી જશે સ્માઇલ

News18 Gujarati
Updated: February 29, 2020, 12:11 PM IST
ઝોમાટો ડિલિવરી બૉયનો વીડિયો વાયરલ, તમારા ચહેરા પર પણ આવી જશે સ્માઇલ
સોનૂ.

કોણ છે સોનૂ? તેની સ્માઇલમાં એવું તો શું ખાસ છે કે લોકો દીવાના બની રહ્યા છે? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર વીડિયોને તમે પણ જુઓ

  • Share this:
એક લાખથી વધારે ફોલોઅર્સવાળા ઝોમેટો ઇન્ડિયા (zomato india)ના ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો બદલાતા જ ઇન્ટરનેટ પર ચર્ચા થવા લાગે છે. ઝોમાટોનો પ્રોફાઇલ ફોટો વાયરલ (zomato delivery boy viral video) થઈ રહ્યો છે. આ તસવીર એક વીડિયોમાંથી લેવામાં આવી છે. આ અંગે કંપનીએ લખ્યું છે કે 'હવે આ એકાઉન્ટ ‘happy rider’ માટે ફેન એકાઉન્ટની જેમ કામ કરશે.'

જો તમે વિચારી રહ્યા છો કે આ "હેપી રાઇડર" કોણ છે તો જણાવી દઈએ કે આ વ્યક્તિ ઝોમાટો કંપનીનો ડિલિવરી બૉય છે. જેનું નામ સોનૂ જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં સોનૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સૌપ્રથમ TikTokના danishansari81 એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. જે બાદમાં આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબુક વગેરેમાં ફરી રહ્યો છે.

દીલને જીતી લેતી સ્માઇલ!

આ વીડિયોમાં ડિલિવરી બૉયનું સકારાત્મક વલણ અને તેની દીલ જીતી લેતી સ્માઇલના લોકો દીવાના થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં ડિલિવરી બોય સોનૂ દાનિશના અમુક સવાલોના જવાબ પણ આપે છે.

જ્યારે દાનિસ સોનૂને તેની કમાણી વિશે પૂછે છે ત્યારે તે જણાવે છે કે તે 12 કલાક કામ કરે છે. આ માટે તેને ઇન્સેન્ટિવ સાથે કુલ 350 રૂપિયા મળે છે. જે બાદમાં ખાવા અંગે પૂછવામાં આવતા સોનૂ કહે છે કે જે ઑર્ડર રદ થઈ જાય છે તે તેના થઈ જાય છે. વધુ સવાલનો જવાબ આપતા સોનૂ કહે છે કે કંપનીથી કોઈ પરેશાની નથી. કંપની બે ટાઇમ પૈસા અને ખાવાનું આપે છે.
First published: February 29, 2020, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading