સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રક અકસ્માત (Truck Accident Video)નો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ભારતીય વન અધિકારી સુસાંતા નંદા (Indian Forest Officer Susanta Nanda)એ શેર કર્યો છે.
ભારતમાં, તમને રસ્તા પરથી પસાર થતી વખતે લગભગ દરરોજ કોઈને કોઈ રોડ બાંધકામ (Road Construction) થતું જોવા મળતુ જ હશે. કયારેક નવો રોડ બનાવવામાં આવે છે તો કયારેક જુના રોડના રીપેરીંગ (Road Repairing Work)ની કામગીરી કરવામાં આવે છે. મોટાભાગના કૌભાંડો ભારતમાં રસ્તાના નિર્માણમાં થાય છે.
કોન્ટ્રાક્ટર જાણી જોઈને ખામીયુક્ત મટિરિયલનો ઉપયોગ કરીને રસ્તાઓ બનાવે છે જેથી ફરીથી રિપેર કરવાના નામે પૈસાની ખંખેરી શકાય. આવો જ એક નકામો રસ્તો ક્રોસ કરતી વખતે થયેલા અકસ્માત (accident video)નો વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે.
આ વિડિયોમાં એક ટ્રક પાણીથી ભરેલા પાકા રસ્તા પરથી પસાર થતી જોવા મળી રહી છે. ટ્રકમાં ઘણો સામાન લોડ કરેલો હતો. વળાંક નજીકથી પસાર થતી વખતે ટ્રક સંતુલન જાળવી ન શકી અને પલટી ખાઈ ગઈ. આ પછી ટ્રકનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે ઉખડી ગયો હતો અને નીચે પડી ગયો. ટ્રકના સામાનની સાથે તેનો ડ્રાઈવર પણ નીચે પડી ગયો હતો. જ્યારે બીજી બાજુથી ટ્રક આગળ વધવા લાગી. અને ડ્રાઈવર ટ્રક રોકવા તેની પાછળ પાછળ દોડવા લાગ્યો.
ભારતીય વન અધિકારી સુસાંતા નંદાએ શેર કર્યો વીડિયો
આ વીડિયો ભારતીય વન અધિકારી સુસાંતા નંદાએ શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું કે તેને આત્માએ શરીરનો ત્યાગ કરવો કહેવાય છે. રોડના વળાંક પર ટ્રક બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ઉપરનો ભાગ રોડની બાજુમાં પડેલો જેને શરીર હોવાનું કહેવાય છે. જ્યારે એન્જિન અને બાકીનો ભાગ આત્મા બની ગયો જે આગળની તરફ વધ્યો.
હા, લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી ચુકી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું કે આને જ મોક્ષની પ્રાપ્તિ કહેવાય. તે જ સમયે એકનું ધ્યાન ટ્રકના ડ્રાઈવર પર ગયું. તેણે લખ્યું કે કેવી રીતે ડ્રાઈવર કારની પાછળ દોડી રહ્યો છે. લોકો આ ફની વીડિયોને રીટ્વીટ પણ કરી રહ્યા છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર