Home /News /eye-catcher /

રેલ્વે ટ્રેક ક્રોસ કરતા આવી ટ્રેન, તમે પણ આવુ કરતા હોવ તો સાવધાન, જીવ અદ્ધરતાલ કરતો VIDEO

રેલ્વે ટ્રેક ક્રોસ કરતા આવી ટ્રેન, તમે પણ આવુ કરતા હોવ તો સાવધાન, જીવ અદ્ધરતાલ કરતો VIDEO

રેલવે ટ્રેક વીડિયો વાયરલ

Viral Video - હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળથી ટ્રેન આવી જાય છે, પાછળથી આવતી ટ્રેન સામે ટ્રેક ક્રોસ કરી રહેલા લોકો માંડમાંડ બચે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, અને પ્રતિક્રિયા આપી છે. (railway track crossing viral video)

વધુ જુઓ ...
    સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વિડિયો વાયરલ થાત હોય છે,(Viral Video) અને ઈન્ટરનેટ યુઝર્સ સોશિયલ સાઈટ પર આવા વાયરલ વિડિયો શોધીને લોકો જાત-જાતની કોમેન્ટ્સ કરી પોતાના વિચાર વ્યક્ત કરે છે, હાલ આવો જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણાં લોકો રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે પાછળથી ટ્રેન આવી જાય છે. (railway track crossing viral video) વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા લોકો ઘણી ઉતાવળમાં જોવા મળી રહ્યા છે. રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે લોકો પાછળથી આવતી ટ્રેનથી માંડમાંડ બચે છે. ટ્વિટર પર આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું કે રીક્ષાના 20 રૂપિયા બચાવી રહેલુ ઇન્ડિયા. (twitter reactions)

    વિડિયો પર લોકોએ કરી આવી ટીપ્પણી

    ગબ્બર સિંહ નામના યુઝરે આ વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જે હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને લગભગ એટલી જ સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ વિડિયો પર કોમેન્ટ કરતાં સુહાસ રવિન્દ્ર નામના યુઝરે લખ્યું કે, આજ કારણે હું ભારતીયોને પ્રેમ કરું છું. જો કે વાઇરલ વિડિયો કઈ જગ્યાનો છે તેની હજી જાણ નથી થયી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એકતા સાહ નામની યુઝરે લખ્યું, "આ ગાંડપણની હદ છે.

    લોકોએ વ્યક્ત કરી ચિંતા

    રેલ્વે ટ્રેક ક્રોસ કરતા વાયરલ થયેલા વિડીયોમાં લોકોએ ઉતાવળમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરતા લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા લખ્યું, આ ખરેખર નિરાશાજનક બાબત છે. આવી બેદરકારી સામે ઝુંબેશ ચલાવવા આ વીડિયો તમામ રેલ્વે સ્ટેશનો અને ન્યૂઝ ચેનલોમાં બતાવવો જોઈએ. એક યુઝરે લખ્યું છે કે જો બીજી ટ્રેન દોડવા લાગી હોત તો શું થાત?

    આ પણ વાંચોAjab gajab : યુવતીથી ભૂલથી ઘરનો દરવાજો ખુલો રહી ગયો, અંદર ઘુસી ગયા અજાણ્યા લોકો અને...

    એક યુઝરે આગળ લખ્યું કે, રેલ્વે ટ્રેક ક્રોસ કરતી મહિલા બેપરવા છે, તેમને આમ ક્રોસ ન કરવું જોઈએ, ટ્રેન તેની તરફ આવી રહી હતી. તે જે કરી રહી હતી, તે તદ્દન ખોટું છે. હાલ તેઓ સુરક્ષિત છે. એક યુઝરે લખ્યું કે અડધો કલાક વેહલા ઘરે પહોંચવા અથવા થોડા પૈસા બચાવવા માટે આવા કામ ના કરે છે. જીવન હશે તો તમે પૈસા કમાઈ શકશો અને તમે તમારા પોતાના માટે પણ કામ આવશો, આવી મૂર્ખતા નહિ કરવી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, અજબ ગજબ, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन