Home /News /eye-catcher /VIRAL VIDEO: રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર

VIRAL VIDEO: રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર

કારચાલકે અંધારામાં રસ્તા પર અજગરને જોઈ અચાનક બ્રેક મારી, વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ

કારચાલકે અંધારામાં રસ્તા પર અજગરને જોઈ અચાનક બ્રેક મારી, વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ

    જગતસિંહ બૈંસ, બદ્દી (સોલાન). હાલના દિવસોમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના સોલાન (Solan) જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર બદ્દી (Industrial Area Baddi) સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. બદ્દીના શીતલપુર રોડનો આ વીડિયો લોકોની વચ્ચે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અજગર (Python) અચાનક જંગલ (Jungle)થી બહાર આવીને રસ્તાની વચ્ચોવચ્ચ આવી ગયો. વિસ્તારમાં અજગર જોવા મળતાં લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

    12 ફુટ લાંબો અજગર

    અજગર પોતાની જ ચાલમાં રસ્તાની એક તરફથી બહાર આવીને ધીમેધીમે રોડ પરથી પસાર થઈને બીજી તરફ જતો રહ્યો. વીડિયો (Video)માં આ વિશાળ અજગર (Python)ને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સારી બાબત એ રહી કે અજગરે કોઈને પણ કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું નથી. જોકે, અજગરને જોતાં જ ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલકે અજગરને જોતાં જ પોતાની કારને તાત્કાલિક રોકી દીધી અને અજગરનો વીડિયો બનાવી લીધો. વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા બાદ કાર ચાલકે તેને સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ કરી દીધો છે.
    " isDesktop="true" id="1028737" >

    આ પણ વાંચો, પર્યટકોને જોવા મળ્યા ભૂતિયા પડછાયા! કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના

    કાર સામે અચાનક આગ્યો અજગર, બ્રેક મારી ઉતારી દીધો વીડિયો

    કાર ચાલકે ઉતારેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે તે વ્યક્તિ રાત્રે ઔદ્યોગિક ક્ષેત્ર બદ્દી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની નજર રસ્તાની જમણી તરફ પડે છે. કાર ચાલકે રસ્તાના કિનારાની ઝાડીમાંથી સાપ જેવું કશું સરિસૃપ બહાર આવતું હોય તેવું લાગતા તે તાત્કાલિક પોતાની કારને બ્રેક મારી મોબાઇલનો કેમેરો ચાલુ કરીને ઘટનાને રેકોર્ડ કરવા લાગે છે. સરિસૃપ પર કારની લાઇટ પડતાં ખ્યાલ આવે છે કે આ તો લાંબો અજગર છે. અજગર ધીમે ધીમે ઝાડીમાંથી બહાર આવે છે અને રસ્તો પસાર કરીને ડાબુ બાજુની ઝાડીઓમાં જતો રહ્યો છે.

    આ પણ વાંચો, ‘મુજે દેખકર તાલે ભી મુસ્કુરાતે હૈ’, ડાયલોગ બોલીને લોકઅપથી ફરાર થયો જુગનૂ ચોર!

    આ પણ વાંચો, અજગરે કૂતરાને બનાવી દીધો કોળીયો, લોકોમાં ડરનો માહોલ

    લોકોને કરી અપીલ

    નોંધનીય છે કે, અજગરનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જે વ્યક્તિએ તેનો વીડિયો ઉતાર્યો છે, તેણે શીતલપુર વાસીઓને અજગરથી દૂર રહીને તેનાથી બચવાની અપીલ પણ કરી છે. અજગર રસ્તા પર આવી ગયો હોય તેવો આ પહેલો વીડિયો નથી, આ પહેલા પણ અજગરને રસ્તા પર આવવાની તસવીરો સામે આવી ચૂકી છે.
    First published: