Home /News /eye-catcher /

સાઇકલ પાછળ ટ્રેન, 'મોતનાં પુલ'નો વીડિયો થયો VIRAL!

સાઇકલ પાછળ ટ્રેન, 'મોતનાં પુલ'નો વીડિયો થયો VIRAL!

બ્રિજ પર પહેલાં પણ ઘણી વખત દુર્ઘટના ઘટી ચુકી છે. છતાં આજે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને આ બ્રીજનો ઉપયોગ કરે છે

બ્રિજ પર પહેલાં પણ ઘણી વખત દુર્ઘટના ઘટી ચુકી છે. છતાં આજે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને આ બ્રીજનો ઉપયોગ કરે છે

    નુમાલીગઢ: અસમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય ચે કે કેવી રીતે એક સાઇકલ સવાર રેલવે બ્રિજ પાર કરે છે અને તેની પાછળ પુરપાટ ઝડપે દોડતી ટ્રેન આવતી જોવા મળે છે. વીડિયો અસમનાં નુમાલીગઢનાં લેટેકુ ચપોરી ગામનો છે. જ્યાં લોકો દરરોજ જીવનાં જોખમે રેલવે બ્રિજ પાર કરે છે. આ બ્રિજ ધનસિરી નદી પર બનેલો છે. ગામ અને શહેરને જોડતો આ એક માત્ર રેલવે પુલ છે. નદી પાર કરવા માટે આ એક માત્ર છે.

    ગામનાં લોકોનું કહેવું છે કે તેઓ દરરોજ આ પુલથી આવન-જાવન કરે છે. કારણ કે તેમની પાસે અન્ય કોઇ જ રસ્તો નથી. બ્રિજ પર પહેલાં પણ ઘણી વખત દુર્ઘટના
    ઘટી ચુકી છે. છતાં આજે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને આ બ્રીજનો ઉપયોગ કરે છે.

    થોડા દિવસ પહેલાં જ ચંદન મહતો નામનો એક વ્યક્તિ પુલ પરથી પડી ગયો હતો તે ગંભીર રીતે ઘાયલ છે અને હાલમાં હોસ્પિટલમાં છે.

    આ પુલને પાર કરતાં ક્યારેય પણ કોઇપણ પ્રકારે દુર્ધટના થઇ શકે છે. કેટલાંક લોકો તેને 'મોતનો પુલ' પણ કહે છે. ગામનાં લોકોનું કહેવું છે કે ઘણાં વર્ષોથી તેઓ આ  પુલનો આ રીતે ઉપયોગ કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Video viral, આસામ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन