Home /News /eye-catcher /ઓ ભાઈ...ભારે રોમેન્ટિક હોં! મગરને પકડીને કરતો હતો કપલ ડાન્સ, કોઈએ Video ઉતારી લીધો

ઓ ભાઈ...ભારે રોમેન્ટિક હોં! મગરને પકડીને કરતો હતો કપલ ડાન્સ, કોઈએ Video ઉતારી લીધો

મગરોને ભયંકર દાંત હોય છે, પરંતુ તેઓ તેમના શિકારને ચાવતા નથી.

ફ્લોરીડાના એક યુવક નો વિડીયો વાયરલ થયો છે જેમાં યુવક મગરને પકડીને તેની સાથે કપલ ડાન્સ કરી રહ્યો છે. આ Video જોઈને ઘણાને નવાઈ લાગી હતી તો ઘણાને આંચકો લાગ્યો હતો.

    Dance with crocodile: મગર પાણીનો બેતાજ બાદશાહ છે! કારણ કે પાણીમાં તેના કરતાં ભયભીત શિકારી કોઈ નથી. હા, તે માત્ર પાણીમાં જ નહીં પરંતુ જમીન પર પણ શિકાર કરવામાં માહેર છે. ત્યારે પાણીમાં રહીને મગર સાથે દુશ્મની કોણ કરવા માંગશે? જો કે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જોવાઈ રહયો છે, જે જોઈને તમને ચોક્કસ '440 વોલ્ટ'નો આંચકો લાગી શકે છે. વાસ્તવમાં આ ક્લિપમાં એક માણસ પાણીની અંદર મગર સાથે રોમેન્ટિક ડાન્સ કરતો જોવા મળે છે. તમે ભાગ્યે જ કોઈ માણસને આ રીતે મગર સાથે નાચતો જોયો હશે

    આ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક માણસ પાણીમાં મગરના સાથ એટલો આનંદ માણી રહ્યો છે કે તે તેની સાથે ડાન્સ કરી રહ્યો છે. હા, આ માણસે મગરને ગળે લગાવ્યો છે અને તળાવની વચ્ચે 'રોમેન્ટિક' સ્ટાઈલમાં તેની સાથે ડાન્સ કરતો જોવા મળે છે. હકીકતમાં તેના ચહેરાને જોતા એવું લાગે છે કે તેઓ તેની સાથે ખૂબ જ મજા કરી રહ્યા છે! મગરથી બચવું માત્ર મુશ્કેલ જ નહીં, પણ અશક્ય છે. જો તે કોઈને જડબામાં પકડે છે, તો નિશ્ચિતપણે તેનો અંત નક્કી છે પણ લાગે છે કે આ માણસે મગરનું દિલ જીતી લીધું છે.



    64 મિલિયન વ્યૂઝ

    18 ઓક્ટોબરે ટ્વિટર હેન્ડલ @BornAKang દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- ફ્લોરિડાના માણસે ફરી કમાલ કરી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્લિપને 2 લાખ 66 હજારથી વધુ લાઈક્સ, 44 હજારથી વધુ રીટ્વીટ અને 64 લાખ વ્યૂઝ મળ્યા છે. આ સાથે સેંકડો યુઝર્સ આ દુર્લભ નજારાને જોઈને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જેમ કે કેટલાક યુઝર્સે લખ્યું કે અમે વિચારી રહ્યા છીએ કે મગરના મગજમાં શું ચાલી રહ્યું હશે, જ્યારે અન્ય લોકોએ લખ્યું કે “આ તો સાસુ સાથે ડાન્સ કરવા જેવું છે”.

    પહેલા પણ વાઇરલ થયો હતો આ વિડીયો

    જોકે આ પહેલીવાર નથી કે જ્યારે આ વિડીયોએ ઈન્ટરનેટના લોકોને આશ્ચર્યચકિત કર્યા હોય. આ પહેલા પણ આ ચોંકાવનારી ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર છવાયેલી રહી છે. થોડા સમય પહેલા IFS ઓફિસર સુશાંત નંદાએ આ વિડીયો શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે કેટલાક લોકો પાગલપનની કોઈપણ હદ સુધી જઈ શકે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Crocodile, અજબ ગજબ

    विज्ञापन
    विज्ञापन