Home /News /eye-catcher /VIDEO: સેલ્ફી લેનારથી હવે સિંહ પણ કંટાળ્યો, કરી નાખ્યું એવું કૃત્ય કે પ્રવાસી જીવનભર નહિ ભૂલે

VIDEO: સેલ્ફી લેનારથી હવે સિંહ પણ કંટાળ્યો, કરી નાખ્યું એવું કૃત્ય કે પ્રવાસી જીવનભર નહિ ભૂલે

સિંહ સાથે સેલ્ફીના પ્લાનિંગ માટે ગયેલા વ્યક્તિનું અપમાન

ટ્વિટરના @Gulzar_sahab પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, પ્રાણી સંગ્રહાલયમાં સિંહે પ્રવાસીનું ઘોર અપમાન કર્યું. એક વ્યક્તિ પાંજરામાં બંધ સિંહ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જંગલના રાજાએ કંઈક એવું કર્યું જે તેને કાયમ યાદ રહેશે.

વધુ જુઓ ...
    આજકાલ સેલ્ફીનો ટ્રેન્ડ એટલો વઘી ગયો છે કે ગમે તે સ્થળ હોય, વાતાવરણ ગમે તે હોય. દરેક જગ્યાએ સેલ્ફીના શોખીનો કેમેરાની સામે મોઢું કરીને ઊભા થઈ જાય છે. લોકો દરેક તસવીરમાં પોતાનુ મોં લાવી જ દે છે. સફારી અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતી વખતે પણ, લોકો ભયંકર જંગલી પ્રાણીઓ સાથે સેલ્ફી લેવા માંગે છે. જેના કારણે હવે પશુઓ પણ કોફ્ટ ખાવા લાગ્યા છે. આથી જ એક પ્રાણી સંગ્રહાલયમાં જંગલના રાજાએ પ્રવાસીને સેલ્ફી માટે એવી ચીજ રજૂ કરી કે તે જીવનભર યાદ રહેશે.

    પ્રાણીસંગ્રહાલયનો આવો વિડિયો ટ્વિટર @Gulzar_sahab પર શેર કરવામાં આવ્યો હતો જેમાં સિંહની ક્રિયાએ પ્રવાસીનું અપમાન કર્યું હતું. એક વ્યક્તિ પાંજરામાં બંધ સિંહ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સેલ્ફી ગેંગથી નારાજ રાજાએ કંઈક એવું કર્યું કે છોકરાને જીવનભર યાદ રહેશે. આ વીડિયોને 3.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

    સેલ્ફીની રાહ જોઈ રહ્યો હતો વ્યક્તિ, પછી સિંહે કર્યું એવું કૃત્ય કે….


    પ્રાણી સંગ્રહાલયના એક વિડિયોમાં ભયંકર સિંહે સેલ્ફી પ્રેમીને શું પાઠ ભણાવ્યો કે જોઈને દરેકના હોશ ઉડી જશે. વીડિયોમાં સિંહ પાંજરામાં ફરતો જોવા મળી રહ્યો છે. તેની સામે ઉભેલો એક વ્યક્તિ તેની ચાલને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. પણ આજકાલ સેલ્ફી વગર કોઈનું કામ ક્યાં ચાલે છે.





    આ પણ વાંચો: પરીક્ષામાં ખરાબ ગ્રેડ આપતા 2 વિદ્યાર્થીઓએ શિક્ષકની કરી ક્રૂર હત્યા

    જેથી કેમેરા પકડનાર વ્યક્તિ સેલ્ફી માટે સિંહના થોડે નજીક આવવાની રાહ જોઈ રહ્યો હતો કે સિંહ પાંજરાની સામે આવતાની સાથે જ ઉતાવળમાં તેની સાથે તેની સેલ્ફી ક્લિક કરી લેતો હતો. પરંતુ કેમેરાની નજીક આવતા જ સિંહે તેનું એવી રીતે અપમાન કર્યું કે બિચારી કલ્પના પણ ન કરી શકે. સિંહે પર્યટકની સામે જ શૈચ કર્યું.

    આ પણ વાંચો: દેખાવ કે સ્વભાવ નહિ, ગિયર બદલવાની સ્ટાઈલ પર કરોડપતિ મહિલાનું આવ્યું દિલ

    સિંહે સેલ્ફી ગેંગને જડબાતોડ જવાબ આપ્યો


    સિંહની આવી હરકત દરેકના વિચારની બહાર હતી. પણ સિંહ આખરે કરે શું? તે સેલ્ફી ગેંગથી એટલો નારાજ હતો કે હવે તે તેની સાથે બીજી સેલ્ફી લેવાના મૂડમાં નહોતો. તેથી તેણે પોતાનું મોં બતાવવાને બદલે પેશાબ કરતી વખતે આ કૃત્ય કેમેરામાં રેકોર્ડ કરી લીધું. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદ જે લોકોએ તેને જોયો તે પણ હાસ્ય સાથે ખરાબ હાલતમાં આવી ગયા. વીડિયોનું કેપ્શન છે- હવે સિંહ પણ સેલ્ફીથી પરેશાન છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Funny video, Lion Video, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन