Home /News /eye-catcher /રિક્ષા આપમેળે રસ્તા પર ચાલવા લાગી, ભૂતિયા રિક્ષાનો Viral Video

રિક્ષા આપમેળે રસ્તા પર ચાલવા લાગી, ભૂતિયા રિક્ષાનો Viral Video

રિક્ષા આપમેળે રસ્તા પર ચાલવા લાગી

ઇન્ટરનેટ એક ઉન્મત્ત (crazy) વસ્તુ છે અને સોશિયલ મીડિયા (social media) પ્લેટફોર્મ તેનો પુરાવો છે. ફોટો અને વીડિયો દર બીજા દિવસે ઇન્ટરનેટ પર વાયરલ (Viral Video) થાય છે અને તેમાંથી મોટાભાગના ખરેખર આનંદી હોય છે. આ વખતે એક રિક્ષાને રસ્તા પર ફરતી જોઈને લોકો એકદમ ચોંકી ગયા છે. તમે વિચારતા હશો કે ચાલતી રિક્ષામાં આટલું મજેદાર શું છે? તેનો જવાબ એ છે કે વાહન કોઈ ટેકા કે ધક્કા વગર આગળ વધી રહ્યું હતું, ભૂતિયા રિક્ષા (haunted rickshaw)ની જેમ.

ભૂતિયા રિક્ષાનો વાયરલ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા
‘અપડેટ ઓફ નેપાળ બંદા’ નામના ફેસબુક પેજ પર આ વિડિયો ‘ટેસ્લા રિક્ષા વિથ ઓટો વોઈસ કમાન્ડ એન્ડ ઓટો પાર્કિંગ’ કેપ્શન સાથે અપલોડ કરવામાં આવ્યો છે. તે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. વિડિયો બતાવે છે કે કેવી રીતે એક રિક્ષા વ્યસ્ત રોડ પર અન્ય વાહનો સાથે અથડાયા વિના જાતે જ આગળ વધી રહી છે. વાસ્તવમાં તોફાન સાથે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. આ વિચિત્ર વીડિયો જોઈને ઘણા લોકો તેને ભૂતિયા રિક્ષા હોવાનું માની રહ્યા છે.

વીડિયોમાં કોઈ ડ્રાઈવર નહોતું કે કોઈ પેસેન્જર સીટ પર બેઠું ન હતું. અદ્ભુત વાત એ છે કે રિક્ષા કોઈની પણ મદદ વગર પોતાની પાછલી સ્થિતિમાં આવી ગઈ. તે ધમધમતા રસ્તા પર કોઈ કાર સાથે અથડાઈ ન હતી.



આ પણ વાંચો: રસ્તામાં મૃત્યુ પામેલા શ્વાન માટે મસીહા બન્યો આ શખ્સ, જુઓ કેવી રીતે પાછો લાવ્યો જીવ

લોકો એ આપી વિવિધ પ્રતિક્રિયાઓ!
વિડિયોને હવે 968k વ્યુઝ, 6.6k લાઈક્સ અને 304થી વઘુ કોમેન્ટ્સ મળી છે. ભૂતિયા રિક્ષાના આ વિડિયોના મૂળ માલિક લિમન સરકાર છે અને આ ફેસબુક પેજ પછીથી તેમને શેર કરી નાખ્યું. ફેસબુક યુઝર્સે ભૂતિયા રિક્ષાના વીડિયોની નીચે ફની કોમેન્ટ્સ છોડી છે. કેટલાક યુઝરે કહ્યું કે રિક્ષામાં પેરાનોર્મલ પાવર છે, તો કેટલાકે તેની સરખામણી ટેસ્લા કાર સાથે કરી. કેટલાકે તો રિક્ષાને એવેન્જર્સ પરિવારનો એક ભાગ હોવાનું પણ માન્યું હતું.
First published:

Tags: OMG VIDEO, Viral videos, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો