Home /News /eye-catcher /Video : આને કહેવાય પાક્કા ઇન્ડિયન! જર્મનીથી આવેલી ભૂરી વહુને ખેતરમાં ડુંગળી વાવવા કામે લગાડી દીધી, જોવા જેવું છે રિએક્શન
Video : આને કહેવાય પાક્કા ઇન્ડિયન! જર્મનીથી આવેલી ભૂરી વહુને ખેતરમાં ડુંગળી વાવવા કામે લગાડી દીધી, જોવા જેવું છે રિએક્શન
જર્મનીથી ઇન્ડિયા ડુંગળી વાવવા માટે આવી?
Viral Video: મહિલાએ જણાવ્યું કે તે જર્મનીથી આવી છે. મહિલાને પૂછવામાં આવ્યું કે અહીં શું કરી રહી છે, તો તેણે જવાબમાં કહ્યું કે, હું ડુંગળી વાવી રહી છું. જ્યારે ફરી સવાલ પૂછવામાં આવ્યું કે જર્મનીથી ભારતમાં ડુંગળી વાવવા આવી છે ત્યારે તેનું રિએક્શન જોવા લાયક હતું.
German Daughter In Law Planting Onion: ભારતમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જ્યારે અહીંના યુવાનો પોતાના પરિવાર માટે વિદેશી વહુ લઇને આવ્યા છે. તેમને તેમનો પ્રેમ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા મળ્યો છે તો ઘણીવાર વિદેશમાં અભ્યાસ દરમિયાન તેઓ પ્રેમમાં પડી ગયા હોય છે. આ જ કડીમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક જર્મનીથી આવેલી વહુ ભારતના કોઇ ગામમાં ડુંગળી વાવી રહી છે.
દેશી અંદાજમાં ખેતરમાં વાવી રહી છે ડુંગળી
હકીકતમાં, આ વીડિયોને ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમં જોઇ શકાય છે કે આ વિદેશી વહુ દેશી અંદાજમાં ખેતરમાં ડુંગળી વાવી રહી છે. આ વિદેશી મહિલાએ ભારતીય કપડા પહેર્યા છે અને સેથામાં સિંદૂર લગાવ્યું છે. તે ખેતરમાં આરામથી બેસીને ડુંગળી વાવી રહી છે. તેને આવી રીતે ખેતરમાં કામ કરતા જોઇને એક શખ્સે તેનો વીડિયો બનાવી લીધો અને તેને સવાલ પૂછવા લાગ્યો.
વીડિયો બનાવનાર શખ્સ કદાચ તેના સાસરાનો જ છે. તેણે કહ્યું કે શું હું તને કંઇક પૂછી શકુ છું?, જેના જવાબમાં તે હિન્દીમાં કહે છે કે, 'હા, જરૂર'. તે બાદ તે શખ્સ તેને પૂછે છે કે 'તમે ક્યાંથી છો', તેના જવાબમાં તે કહે છે કે, 'હું જર્મનીથી છું અને અહીં ખેતરમાં ડુંગળી વાવી રહી છુ. તે બાદ શખ્સે કહ્યું, 'તમે જર્મનીથી ઇન્ડિયા ડુંગળી વાવવા માટે આવ્યા છો.' તે બાદ મહિલા હસવા લાગે છે.
મહિલાએ કહ્યું કે તેને મજા આવી રહી છે અને ઘણુ સારુ લાગી રહ્યું છે. આ દરમિયાન દૂર ઉભેલી વિદેશી વહુની સાસુ હસતી જોવા મળી રહી છે. મહિલાની સાસુનું રિએક્શન પણ જોવા લાયક છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે અને તેના પર રિએક્શન આપી રહ્યાં છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર