Viral Video: કેફેનું અનોખું ઇન્ટીરિયર, અહીં લોકો પાણીમાં તરતી માછલીઓ વચ્ચે જમે છે!

આ રેસ્ટોરન્ટની અંદર જ ફિશ પોન્ડ બનાવામાં આવ્યું છે.

Viral Video of Cafe: હનોઈ, વિએતનામમાં Koi Pond Cafe નામનું એક રેસ્ટોરન્ટ છે, જ્યાં લોકો પાણીમાં તરતી માછલીઓ વચ્ચે (Fishes Swimming in Cafe) બેસીને પોતાનું ફૂડ એન્જોય કરે છે. આ રેસ્ટોરન્ટની અંદર જ ફિશ પોન્ડ બનાવામાં આવ્યું છે.

  • Share this:
    આમ તો રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારનું ક્રિએટીવ ઈન્ટીરીયર જોવા મળે એ વસ્તુ સામાન્ય થઈ ગઈ છે, પણ ઈન્ટરનેટ પર વાયરલ (Viral Video on Internet) થઈ રહેલા કેફેના એક વિડીયોને જોઈને તમને નવાઈ થયા વગર નહીં રહે. હનોઈ, વિએતનામમાં Koi Pond Cafe નામનું એક રેસ્ટોરન્ટ છે, જ્યાં લોકો પાણીમાં તરતી માછલીઓ વચ્ચે (Fishes Swimming in Cafe) બેસીને પોતાનું ફૂડ એન્જોય કરે છે. આ રેસ્ટોરન્ટની અંદર જ ફિશ પોન્ડ બનાવામાં આવ્યું છે.

    19 સેકન્ડની ક્લિપમાં માછલીઓને પાણીની અંદર તરતા જોઈ શકાય છે. એક યુઝરે ઓનલાઈન શેરિંગ પ્લેટફોર્મ Reddit પર આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જે ઝડપથી વાયરલ (Viral Video On Social Media) થઈ રહ્યો છે. ક્લિપના કેપ્શનમાં કેફેનું નામ લખવામાં આવ્યું છે- Koi Pond Cafe, જ્યાં મહેમાનને ટેંકની વચ્ચે બેસાડવામાં આવે છે.

    Fish Tankમાં બેસીને જમે છે લોકો

    આ નાનકડી ક્લિપમાં રેસ્ટોરન્ટ (Fishes Swimming in Cafe)નું ઇન્ટીરિયર દેખાય છે. તેની જમીન લાકડાની બનેલી છે અને તેમાં પાણી ભરેલું છે. પાણીમાં તમને નાની-મોટી રંગીન માછલીઓ તરતી દેખાશે. ફિશ ટેંકની જેમ બનાવવામાં આવેલા રેસ્ટોરન્ટમાં ખુરશીઓ અને ટેબલ સુંદર રીતે ગોઠવવામાં આવી છે. દીવાલ પર એક બોર્ડ પણ લટકેલું છે, જેના પર સ્વીટ ફિશ કેફે એવું લખ્યું છે. જોકે, એ વાત સ્પષ્ટ નથી કે આ રેસ્ટોરન્ટ કઈ જગ્યાએ છે. મોટી સંખ્યામાં માછલીઓ આરામથી તરતી જોવા મળે છે.



    આ પણ વાંચો: લાલ ગ્રહ જેવી માટીમાં ટમેટા ઉગાડયા, Heinz કંપનીએ તૈયાર કયું માર્સ એડિશન કેચઅપ!

    વિડીયો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા

    જેમણે પણ આ વિડીયો જોયો એ ચોંકી ગયા કેમકે માછલીઓ મોટી અને સ્વસ્થ દેખાય છે. r/Damnthatsinteresting નામના રેડિટ અકાઉન્ટ (Reddit Account) પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યારસુધી 23 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. કેટલાકને આ કોન્સેપ્ટ ગમ્યો તો કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી હતી. એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે- આ એક ભયાનક આઈડિયા છે. તો અન્ય એક યુઝરે ચિંતા દર્શાવતા કહ્યું કે પાણીમાં ખાવાનું છોડવાથી માછલીઓ જાડી અને ઝેરીલી બની શકે છે. તો એક યુઝરે પાણીમાં કરન્ટ ઉતરવાની સમસ્યા તરફ ધ્યાન ખેંચ્યું છે.
    Published by:Nirali Dave
    First published: