Home /News /eye-catcher /

VIDEO: રાવણના પૂતળાનું કરી રહ્યા હતા દહન, ત્યારે અચાનક બચવા માટે મૂઠી વાળીને ભાગવું પડ્યું

VIDEO: રાવણના પૂતળાનું કરી રહ્યા હતા દહન, ત્યારે અચાનક બચવા માટે મૂઠી વાળીને ભાગવું પડ્યું

રાવણના પૂતળાને આગ ચાંપતાં જ ફટકડાની ધાણી ફુટવા લાગી, લોકોએ માંડ-માંડ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

રાવણના પૂતળાને આગ ચાંપતાં જ ફટકડાની ધાણી ફુટવા લાગી, લોકોએ માંડ-માંડ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

    નવી દિલ્હીઃ દેશમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ની વચ્ચે દશેરા (Dussehra 2020)નો તહેવાર ઉજવવામાં આવ્યો. આ દરમિયાન દેશના મોટાભાગના હિસ્સામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જોકે કોરોના સંક્રમણના કારણે દર વર્ષની જેમ આ સમારોહમાં રોનક જોવા ન મળી. આ દરમિયાન પંજાબના બટાલામાં રાવણ દહન (Batala ravan video) દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ. રાવણના પૂતળામાં આગ ચાંપતી વખતે બનેલી દુર્ઘટનામાં જોકે કોઈ ગંભીર રીતે ઘાયલ નથી થયું પરંતુ તેનો વીડિયો હવે ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

    આ ઘટના પંજાબ (Punjab0ના બટાલા (Batala)માં બની છે. શહેરની ડીએવી સ્કૂલની પાસે રાવણના પૂતળાના દહન (Ravana Effigy Burnt)નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોની ભીડ પણ એકત્ર થઈ હતી. રવિવારની સાંજે જ્યારે પૂજન બાદ રાવણ દહન માટે આગ ચાંપવામાં આવી તો ત્યાં મોટી દુર્ઘટના (Accident) થતાં માંડમાંડ રહી ગઈ.


    આ પણ વાંચો, પંજાબમાં દશેરા પર PM મોદીના પૂતળાં સળગાવતાં નડ્ડા ભડક્યા, કહ્યું- રાહુલ ગાંધી નિર્દેશિત ડ્રામા!

    વીડિયો (Viral Video)માં જોઈ શકાય છે કે રાવણનું લગભગ 20 ફુટ ઊંચું પૂતળું મેદાનમાં ઊભું છે. આ દરમિયાન કેટલાક લોકો આગળ જઈને પૂતળાને આગ ચાંપવાનો પ્રયાસ કરતાં જોવા મળી રહ્યા છે. પરંતુ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે લોકો રાવણના પૂતળાને આગ ચાંપે છે તો તે તરત જ તેની અંદરના ફટાકડા ફુટવાનું શરૂ થઈ જાય છે.

    આ પણ વાંચો, આ 5 દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભારતથી આટલો ઓછો છે ભાવ, જાણો કારણ

    આ પણ વાંચો, IPLમાં ખતમ થઈ ધોનીની ‘હુકૂમત’, પહેલીવાર ચેન્નઈ સુપરકિંગ્સ Playoffsની રેસથી બહાર

    થોડીક જ ક્ષણોમાં ફટાકડા (Firecrackers)ની ધાણી ફુટવા લાગે છે તો લોકોમાં ડરના કારણે દોડાદોડી થઈ જાય છે. લોકો આમ તેમ મૂઠી વાળીને ભાગવા લાગે છે. કેટલાક લોકો જમીન પર સૂઇ જાય છે. સારી બાબત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ નથી થઈ. કેટલાક લોકોને તેના કારણે ઈજા થઈ તો અન્ય લોકો તેમને ત્યાંથી સુરક્ષિત ખસેડવામાં મદદે દોડી ગયા. આ બધું જ વાયરલ વીડિયો (Viral Video)માં સ્પષ્ટ જોઈ શકાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Dussehra 2020, Social media, અકસ્માત, પંજાબ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन