Home /News /eye-catcher /ઓહો માયકલ હોં ભાઈ! ડાન્સ કરતાં કરતાં આ શું કરવા લાગ્યો? VIDEO જોઈને સમજી જશો મામલો

ઓહો માયકલ હોં ભાઈ! ડાન્સ કરતાં કરતાં આ શું કરવા લાગ્યો? VIDEO જોઈને સમજી જશો મામલો

ડાન્સનો વિડીયો વાયરલ

INDIAN WEDDING DANCE: ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિનો ફની ડાન્સ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ જાનમાં ડાન્સ કરતી વખતે બોટલ ખોલવાથી લઇને ગ્લાસમાં નાંખવા સુધીના ઈશારા કરે છે અને તેને કોઇ નાસ્તા સાથે પીતો હોય તેવો અભિનય કરે છે.

વધુ જુઓ ...
    Dance in Indian Wedding: નાચ-ગાન વગર ભારતીય લગ્ન (Indian Wedding) બિલકુલ અધૂરા લાગે છે. તમે લગ્નોમાં ઘણીવાર લોકો નાચતા (Dance in Indian Wedding) જોયા હશે. ઉત્સાહમાં આવેલા કેટલાક મહેમાન અને મિત્રોના ડાન્સ ક્યારેક એટલા વિચિત્ર (Funny Dance in Marriage) હોય છે કે લોકો પેટ પકડીને હસવાથી પોતાને રોકી શકતા નથી. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આવા જ એક ફની વિડીયો (Funny Viral Dance Video)માં એક વ્યક્તિ ખૂબ જ વિચિત્ર અંદાજમાં જાનમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

    અજીબ એક્શન સાથે કર્યો ડાન્સ

    ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિનો ફની ડાન્સ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ જાનમાં ડાન્સ કરતી વખતે બોટલ ખોલવાથી લઇને ગ્લાસમાં નાંખવા સુધીના ઈશારા કરે છે અને તેને કોઇ નાસ્તા સાથે પીતો હોય તેવો અભિનય (making imaginary alcohol drink in Dance Step) કરે છે. વિડીયોમાં આ વ્યક્તિ ડાન્સ દ્વારા આ તમામ એક્શન કરતો જોવા મળે છે, જે ખુબ જ મજેદાર પણ લાગે છે.






    સોશ્યલ મીડિયામાં વાયરલ થયો વિડીયો

    સોશ્યલ મીડિયામાં વાયરલ આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે એક વ્યક્તિ જાનમાં ઢોલના તાલે નાચી રહ્યો છે અને પોતાના ડાન્સ મૂવ્સ સાથે ડ્રિંક બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ રસપ્રદ ડાન્સનો વિડીયો અંશ પારાશર નામના આઇડી પરથી શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં ડાન્સ કરી રહેલા શખ્સને ખૂબ જ મસ્તી અને મોજમાં ડાન્સ કરતો જોઇન ઢોલ વગાડનાર પણ તેના સ્ટેપ્સ સાથે તાલ મીલાવવા લાગે છે. આ વ્યક્તિને ઇમેજનરી ડ્રિંક બનાવતો જોઇને સૌ કોઇ ગેલમાં આવી જાય છે.

    આ પણ વાંચો: કોણ વધારે હોટ લાગે? આટલી વાતમાં છોકરીઓએ ક્લાસમાં કરી ધડાધડી,વાળ ખેંચીને મારમારીનો VIDEO વાયરલ

    લાઇક્સ અને કમેન્ટ્સનો વરસાદ

    આ શખ્સનો ઇમેજનરી ડ્રિંક બનાવતો ડાન્સ વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ પર આગની જેમ ફેલાઇ રહ્યો છે. ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો બાદથી આ વિડીયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવાઇ ચૂક્યો છે અને લાખો લાઇક્સ મળી ચૂકી છે. લોકો કમેન્ટ સેક્શનમાં અવનવી અને ફની કમેન્ટ્સ કરીને આ વિડીયોને માણી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, ભાઇ આના પણ જલદી જ લગ્ન કરાવી દો. તો અન્ય યુઝરે મજાક કરતા લખ્યું કે, ભાઇ ધ્યાનથી જો બારાતમાં કોઇ શરાબી આવશે તો ડ્રિંક છીનવી લેશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Dance, Wedding, અજબ ગજબ સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन