Video: સાપ જેવો દેખાતો હતો પણ નજીક જઇને જોયું તો નીકળ્યો આ અજીબ જીવ

News18 Gujarati
Updated: June 29, 2020, 9:50 AM IST
Video: સાપ જેવો દેખાતો હતો પણ નજીક જઇને જોયું તો નીકળ્યો આ અજીબ જીવ
અજીબ જીવ

આવો અજીબો ગરીબ જીવ આ પહેલા તમે ભાગ્યે જ જોયો હશે.

  • Share this:
દુનિયા અજીબો ગરીબ જીવ જંતુઓથી ભરાયેલી પડી છે. તેમાંથી કેટલાક જીવનો એટલા યુનિક છે કે માણસોએ પણ આ પહેલા તેમને ભાગ્યે જ જોયા હશે. ધણીવાર કેટલાક જીવો જીવ બચાવવા માટે અન્ય ઝેરીલા પ્રાણીઓ જેવો દેખાવ કરે છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવા જ એક જીવનો વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો છે. જેમાં લોકોએ જેને સાપ (Snake) સમજ્યો તે ખરેખરમાં કંઇ અજીબ જ નવો જીવ નીકળ્યો. જેને આ પહેલા તમે ભાગ્યેજ જોયો હશે. આ જીવ છે તો સાપ જેવો પણ જ્યારે આ વીડિયો જોશો તો તમારો 'સાપ જેવા' દેખાવાનો ભ્રમ તૂટી જશે. આ જીવ પથ્થરની જેમ ફરે છે. અને વીડિયો બનાવનારનું કહેવું છે કે આ કોઇ અલગ જાનવર લાગે છે. અનેક લોકોએ પણ સ્વીકાર્યું કે તેમણે પહેલા આવું કોઇ પ્રાણી નથી જોયું. તમે પણ જુઓ આ વીડિયો...



સોશિયલ મીડિયામાં હાલ ઝડપથી વાયરલ થઇ રહેલા આ જીવને સાપ જેવા આકારના પાંચ હાથ છે. જેની મદદથી તે આગળ વધે છે. આ પાંચેય પગ ઝેરીલા સાપ જેવા જ દેખાય છે. પણ ઉપરથી જોતા ખબર પડે છે કે પાંચેય પગને કોઇ પથ્થર જેવી વસ્તુથી ચોંટેલા છે. અને તે ધીરે ધીરે પાણી તરફ આગળ વધે છે.ટ્વિટરમાં યુઝર લાઇડિયા રાલે આ વીડિયોને શેર કર્યો છે. અને કેપ્શનમાં પુછ્યું છે કે આ શું છે? ઉલ્લેખનીય છે કે આ જૂનો વીડિયો છે જેને પહેલા પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 4 જૂને શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 3 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ હજારો યુઝર્સે આ વીડિયો પર પોતાના રિએક્શન આપ્યા છે. મોટા ભાગના લોકો શરૂઆતમાં તેને સાપનો જ વીડિયો સમજતા હતો. પણ બે સેકન્ડ વીડિયો જોઇને તેમને પણ સમજાયું કે આ સાપ નથી.

જો કે આ વીડિયોની નીચે લોકોએ અનેક રસપ્રદ કૉમેન્ટ કરી છે. જેમ કે એક યુઝર્સે કહ્યું કે આ વર્ષ 2020થી પણ વધુ ખતરનાક લાગે છે. તો અન્ય એક યુઝર્સે કહ્યું કે આ સ્નેક સ્પાઇડર જેવું કંઇક છે. અલગ અલગ યુઝર્સ આ મામલે અલગ અલગ જવાબ આપી રહ્યા છે. જો કે કેટલાક લોકોએ ખરેખરમાં આ પ્રાણી કોણ છે તેનો જવાબ સૌથી નાંખ્યો છે. આ જીવ બ્રિટલ સ્ટાર કે ઓફિયોરોઇડ છે. બ્રિટલ સ્ટાર્સ સમુદ્રી જીવ છે. જે સ્ટારફિશ જેવા દેખાય છે. અને તેને સરપેન્ટ સ્ટાર્સ રૂપે પણ ઓળખાય છે. બ્રિટલ સ્ટાર્સની દુનિયાભરમાં 2 હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

તે સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે. તે પોતાની આ લાંબી ભૂજાઓથી સમુદ્રની સપાટી પર ચાલવામાં મદદ મળે છે.
First published: June 29, 2020, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading