લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો

News18 Gujarati
Updated: April 16, 2020, 3:56 PM IST
લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો
વાંદરાએ અનુભવી પતંગબાજની જેમ દોરી ખેંચીને પતંગને નીચે ઉતાર્યો, અને પછી જે કર્યું તે જોઈને ચોંકી જશો

વાંદરાએ અનુભવી પતંગબાજની જેમ દોરી ખેંચીને પતંગને નીચે ઉતાર્યો, અને પછી જે કર્યું તે જોઈને ચોંકી જશો

  • Share this:
કોરોના વાયરસ (CoronaVirus)ને કારણે ભારતમાં 3 મે સુધી લૉકડાઉન (Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. PM મોદી (PM Narendra Modi)એ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે અને કોરોનાને હરાવવામાં સહાયતા કરે. એવામાં લોકો ઘરે રહીને જ ટાઇમ પાસ માટે કંઈને કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવામાં કેટલાક લોકો ઘરની છત પર પતંગ ચગાવી રહ્યા છે. રસ્તાઓ પર લોકો નથી તો પ્રાણીઓ પણ મજાથી ફરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે હસી-હસીને થાકી જશો. વાંદરાને પતંગ ચગાવતો (Monkey Flying Kite) જોયો છે? આ વીડિયોને ટ્વિટર ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદા (Sushanta Nanda)એ શૅર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરો છતની ટાંકી પર બેઠો છે અને દોરીને પકડીને પતંગ ચગાવી રહ્યો છે. તેણે દોરી ખેંચીને પતંગ ઉતારી પણ દીધો. પછી તેણે પતંગને ફાડી પણ દીધો. આ વીડિયોમાં અન્ય લોકો આ દૃશ્ય જોઈને આશ્ચર્યમાં મૂકાતા બૂમો પાડતાં સાંભળવા મળે છે.

જુઓ Viral Video:આ પણ વાંચો,  ‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે 8 વાગ્યે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન

આ વીડિયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેને 400થી વધુ વખત રિટ્વિટ કરવામાં આવી ચૂક્યો છે અને 1700થી વધુ લાઇક્સ મળી ચૂકી છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેમણે કોમેન્ટ્સ પણ કરી છે.

આ પણ વાંચો, ઋત્વિક ધનજાની-આશા નેગીના ‘પવિત્ર રિશ્તા’માં તિરાડ, 6 વર્ષના રિલેશનશિપ બાદ બ્રેકઅપ!
First published: April 16, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading