ક્યારેક કિંગ કોબ્રાને બોટલમાંથી પાણી પીતા જોયો છે? વાયરલ થઈ રહ્યો છે વીડિયો

News18 Gujarati
Updated: May 22, 2020, 12:10 PM IST
ક્યારેક કિંગ કોબ્રાને બોટલમાંથી પાણી પીતા જોયો છે? વાયરલ થઈ રહ્યો છે વીડિયો
બોટલમાંથી પાણી પીતો કોબ્રા.

આવો વીડિયો ક્યારેય નહીં જોયો હોય! વન વિભાગના અધિકારીએ ગરમીથી ત્રસ્ત કોબ્રાને પોતાના હાથથી પાણી પીવડાવ્યું.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown) વચ્ચે લોકો વધી રહેલી ગરમીથી પરેશાન છે. મનુષ્યોથી લઇને પ્રાણીઓ પણ આકરા તાપથી પરેશાન છે. ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓ પાણી પી રહ્યા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહી છે. પરંતુ આજકાલ એક કોબ્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક ફોરેસ્ટ ઓફિસર કોબ્રાને પાણીની બોટલમાંથી પાણી પીવડાવી રહ્યો છે. આ વીડિયો ખૂબ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તે હાલ ફરતો થયો છે.

આઈએએસ અધિકારી અવનીશ સરને કોબ્રાનો પાણી પીતો વીડિયો 21મી મેના રોજ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. જેમાં લખ્યું છે કે, 'વન વિભાગના અધિકારી ગરમીથી બેહાલ એક તરસ્યા કોબ્રાને પોતાના હાથથી પાણી પીવડાવી રહ્યા છે. આવો વીડિયો તમે આ પહેલા ક્યારેય નહીં જોયો હોય.'

આશરે એક મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે ફોરેસ્ટ અધિકારી પાણીની બોટલ કોબ્રાની ફેંણ સામે રાખે છે. પહેલા કોબ્રા તેને જુએ છે અને પછી ધીમે ધીમે પાણી પીવા લાગે છે. પાણી પીધા બાદ કોબ્રા પરત જંગલમાં ચાલ્યો જાય છે.


આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ કામ માટે ફૉરેસ્ટ ઑફિસરની પ્રશંસા કરી રહ્યા છે.
First published: May 22, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading