ભૂરાયા થયેલા પાડાનું તાંડવ, જે પણ રસ્તામાં આવ્યું તેને ટક્કર મારી, જુઓ Video

પાડાનું તાંડવ.

પાડો ટેન્કમાંથી તો સલામત રીતે બહાર નીકળી ગયો હતો પરંતુ બહાર નીકળતાની સાથે તે ભૂરાયો થયો હતો.

 • Share this:
  સાગર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સાગર જિલ્લાના મકરોનિયા વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક પાડા (Buffalo)એ એવું તો તાંડવ મચાવ્યું કે લોકો ડરના માર્યાં આમ તેમ ભાગવા લાગ્યા હતા. પાડાએ એક પોલીસકર્મી (Police) સહિત અનેક લોકોને ઘાયલ કર્યાં હતાં. એટલું જ નહીં, પાડાએ અનેક ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગેનો વીડિયો શનિવારે વાયરલ થયો છે.

  બનાવની વાત કરીએ તો મકરોનિયા વિસ્તારમાં એક પાડો ભૂલથી અહીં ખુલ્લી ટેન્કમાં પડી ગયો હતો. જે બાદમાં સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી. માહિતી મળતા જ મકરોનિયા પોલીસની ટીમ અને નગર નિગમની ટીમ એક જેસીબી મશીન સાથે પહોંચી ગઈ હતી. ટીમે પાડાને ટેન્કમાંથી બહાર કાઢ્યો હતો.

  પાડો ટેન્કમાંથી તો સલામત રીતે બહાર નીકળી ગયો હતો પરંતુ બહાર નીકળતાની સાથે તે ભૂરાયો થયો હતો. બીજી તરફ પાડાને જોઈને લોકો પણ ભાગવા લાગ્યા હતા. સૌથી પહેલા પાડાએ રેસ્ક્યૂ ટીમમાં સામેલ એક પોલીસકર્મીને ઝપટમાં લીધા હતા. જે બાદમાં પાડો ભૂરાયો થઈને રસ્તા પર આમ તેમ દોડવા લાગ્યો હતો. આ દરમિયાન જે જે વસ્તુ તેના રસ્તામાં આવી તેને પાડાએ ટક્કર મારી હતી.  રસ્તા પર દોડધામ

  પાડાને જોઈને રસ્તામાં દોડાદોડી થઈ ગઈ હતી. જે વ્યક્તિ જ્યાં હતું ત્યાં જ ઊભું રહી ગયું હતું. જે લોકોએ પાડાને જોઈ લીધો હતો તેઓ તો સલામત સ્થળે ખસી ગયા હતા પરંતુ જે લોકોને પાડાની ખબર ન હતી તેઓ ઝપટમાં આવી ગયા હતા. પાડાએ તેમને જમીન પર પછાડી દીધા હતા. ઘણા લાંબા સમય સુધી આવું ચાલ્યું હતું. બાદમાં પાડો જાતે જ ક્યાંક જતો રહ્યો હતો.

  આ અંગે પશુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પશુઓ પર જ્યારે હુમલો થાય છે ત્યારે તેઓ પહેલાથી જ બચાવની સ્થિતિમાં આવી જાય છે. જ્યારે તેમને લાગે છે કે બચાવથી કંઈ નહીં થાય ત્યારે તેઓ હુમલા કરવા લાગે છે. આ પાડો પણ જ્યારે ટેન્કમાં પડ્યો હશે ત્યારે લાચાર અવસ્થામાં હશે, પરંતુ જ્યારે ખૂબ મહેનત બાદ બહાર આવ્યો ત્યારે તે હુમલાની સ્થિતિમાં આવી ગયો હતો. તે જેવો બહાર આવ્યો કે તેણે પોતાની અંદરનો ગુસ્સો બહાર કાઢ્યો હશે.
  Published by:Vinod Zankhaliya
  First published: