જ્યારે ભેંસના પાડરડાએ કદાવર હાથીને ભાગવા મજબૂર કર્યો, Video વાયરલ

News18 Gujarati
Updated: March 7, 2020, 10:16 AM IST
જ્યારે ભેંસના પાડરડાએ કદાવર હાથીને ભાગવા મજબૂર કર્યો, Video વાયરલ
નાના પાડાએ હાથીને ભગાડ્યો!

17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાડરડાએ દોટ મૂકતા હાથીએ મજબૂર થઈને પાછળ હટી જવું પડ્યું હતું.

  • Share this:
નવી દિલ્હી : સોશિયલ મીડિયા (Social Media)માં એક હાથી (Elephant) અને ભેંસ (Buffalo)ના પાડરડાની લડાઇનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભેંસના બચ્ચાએ તાકાતવર હાથીને ભગાડી દીધો હતો. ભેંસના બચ્ચા સાથે ત્યારે તેની માતા પણ હતી. ટ્વિટર (Twitter) પર નેચર ઇન લીટ (@NaturelsLit) નામના યૂઝરે આ અંગેનો વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'હાથીને એ વાતનો અંદાજ પણ ન હતો કે ભેંસનું પાડું તેને ભગાડી દેશે.'

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી ભેંસ અને નાના પાડા પર હુમલો કરવા માટે આવે છે. જેવો હાથી માતા અને બચ્ચા નજીક આવે છે કે પાડું હાથીની પાછળ પડી જાય છે. આ જોઈને હાથી ડઘાઈ જાય છે અને પાછા પગે ભાગે છે. આ દરમિયાન પાડાની માતા પણ પાછળ પાછળ આવે છે. જોકે, આ દરમિયાન હાથીએ પાડાના કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. પાડાની માતા પણ આ સમયે તેની સાથે હતી. 17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી એ મજબૂર થઈને પાછળ હટી જવું પડે છે.

ચોથી માર્ચના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી બે હજારથી વધારે લોકો રિટ્વિટ કરી ચુક્યા છે. 100થી વધારે લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 1.2 લાખથી વધારે લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા લોકોએ હાથીની પણ પ્રશંસા કરી છે, કારણ કે તેણે ભેંસના નાના પાડાને કોઇ નુસકાન પહોંચાડ્યું ન હતું.
First published: March 7, 2020
વધુ વાંચો
अगली ख़बर