Video: તોફાનની વચ્ચે Air Indiaના વિમાનનું કરાવ્યું લેન્ડિંગ, Pilotની જોરદાર થઈ રહ્યાં છે વખાણ
Video: તોફાનની વચ્ચે Air Indiaના વિમાનનું કરાવ્યું લેન્ડિંગ, Pilotની જોરદાર થઈ રહ્યાં છે વખાણ
Air India Landing in UK Storm: બ્રિટનમાં યુનિસ (Eunic Storm) વાવાઝોડાને કારણે વિશ્વભરની તમામ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી, ત્યારે એર ઈન્ડિયાના વિમાનનું ખતરનાક રીતે લેન્ડિંગ (Flight Landing Video) થયું જે ઈન્ટરનેટ પર છવાયેલું છે.
Air India Landing in UK Storm: બ્રિટનમાં યુનિસ (Eunic Storm) વાવાઝોડાને કારણે વિશ્વભરની તમામ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી, ત્યારે એર ઈન્ડિયાના વિમાનનું ખતરનાક રીતે લેન્ડિંગ (Flight Landing Video) થયું જે ઈન્ટરનેટ પર છવાયેલું છે.
Air India Flight Landing Video: બ્રિટનમાં યુનિસ (Eunic Storm) તોફાને મુશ્કેલી સર્જી છે. આના કારણે સામાન્ય જનજીવન ઉપરાંત ફ્લાઈટને પણ અસર થઈ હતી. શુક્રવારે બપોરે જ્યારે યુનિસ વાવાઝોડાને કારણે ફ્લાઈટોના રૂટ ડાયવર્ટ અને કેન્સલ કરવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન એર ઈન્ડિયાના વિમાન જે રીતે હીથ્રો એરપોર્ટ (Heathrow Airport) પર ઉતાર્યુ તેના વખાણ કર્યાં વગર કોઈ રહી કરી શકે તેમ નથી.
તોફાન યુનિસ (Eunic Storm in london)ના કારણે એરક્રાફ્ટ ઘણી વખત ડગમગતું જોવા મળ્યું હતું, પરંતુ પાઇલોટ્સ (Air India Skilled Pilot)એ તેના પરથી નિયંત્રણ ગુમાવ્યું ન હતું અને અત્યંત ખરાબ હવામાનમાં પણ તેને રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
આ વાવાઝોડાની અસર લંડનના હીથ્રો રનવે 27L પર પણ પડી હતી. દરમિયાન, પ્લેન લેન્ડિંગનો વીડિયો 'બિગ જેટ ટીવી' દ્વારા બતાવવામાં આવ્યો હતો, જે એક યુટ્યુબ ચેનલ છે અને પ્લેનનું લેન્ડિંગ અને ટેક-ઓપ લાઈવસ્ટ્રીમ કરે છે. આ ફૂટેજ બતાવીને આ ચેનલે ભારતીય પાયલોટના કૌશલ્યના વખાણ કર્યા છે.
"Very skilled Indian Pilot" 👨✈️👏
Pilots of this Air India flight managed to land their B787 Dreamliner aircraft with ease into London Heathrow yesterday afternoon in its first attempt even as Storm Eunice left hundreds of flights delayed, cancelled or diverted...
Jai Hind!🇮🇳 pic.twitter.com/94FrTnTUiy
શક્તિશાળી તોફાનના વચ્ચે કર્યું લેન્ડિંગ
જે વાવાઝોડાની વચ્ચે એર ઈન્ડિયાના વિમાને સુરક્ષિત ઉતરાણ કર્યું તે 1987માં બ્રિટન અને ઉત્તર ફ્રાન્સમાં ત્રાટકેલા ગ્રેટ સ્ટોર્મ પછીનું સૌથી શક્તિશાળી તોફાન હતું. લંડનમાં પહેલીવાર આ અંગે હવામાનનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી અને તેના રૂટ બદલવામાં આવ્યા હતા. આ તોફાન વચ્ચે એર ઈન્ડિયાના કુશળ પાઈલટોએ જે પ્રકારનું લેન્ડિંગ કર્યું છે, તે વખાણવા લાયક છે. એર ઈન્ડિયા તરફથી તેમના વખાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે - 'જે બીજી ઘણી એરલાઈન્સ નથી કરી શકી તે અમારા કુશળ પાઈલટો દ્વારા થઈ ગયું છે.'
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો
ઘણા લોકોએ આ વીડિયોને પોતાના ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. પોતાના દેશના પાયલોટ પર ગર્વ અનુભવતા તેમણે કહ્યું કે તેઓ જ આ કરી શકે છે. જે રીતે વિમાનનું હવામાં સંતુલન ઘણી વખત બગડતું જોવા મળે છે અને પછી તેનું ધ્યાનપૂર્વક લેન્ડિંગ થાય છે, તેની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ સમય દરમિયાન ઘણી ફ્લાઈટ્સને ગો-અરાઉન્ડ આપવામાં આવી હતી, જ્યારે એર ઈન્ડિયાએ પહેલા જ પ્રયાસમાં તોફાન સામે લડતા પ્લેનનું લેન્ડિંગ કરાવ્યું હતું.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર